Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સામખિયાળી પાસે કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં પુત્ર અને જમાઈ સાથે દવાખાને જતા બીમાર પટેલ વૃદ્ઘ અને પુત્ર બંનેના મોત

મુંબઈથી લગ્ન પ્રસંગે વતન આવ્યા હતા અને બબ્બે મોત થતા શોકનો માહોલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૦: સામખિયાળી પાસે આગળ જતી ટ્રકમાં પાછળથી કાર અથડાયા બાદ ડીવાઈડર સાથે ભટકાતાં બેના મોત નીપજયા હતા. મુંબઈથી લગ્ન પ્રસંગે વતન શિકારપૂર (ભચાઉ) આવેલ પરિવારના મોભી મેદ્યજી કેશાભાઈ ચૌધરીની (ઉ.૭૪) દવા લેવા પુત્ર વિનોદ મેઘજી ચૌધરી અને જમાઈ ભરત લાધા સાંઢા કારમાં નીકળ્યા હતા ત્યારે આ માર્ગ અકસ્માત થયો હતો. જેમાં વૃદ્ઘ પિતા મેઘજીભાઇનું ઘટના સ્થળે જયારે પુત્ર વિનોદને સારવાર માટે ભચાઉથી ભુજ ખસેડતી વખતે મોત નીપજયું હતું. જયારે જમાઈ ભરતભાઈની હાલત ગંભીર છે. લગ્નના માહોલ વચ્ચે બબ્બે મોતના બનાવે પરિવારમાં શોકનો માહોલ સજર્યો છે.

(11:09 am IST)