Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ખાતર કૌભાંડ અને કડીમાં દલિત વરરાજાના વરઘોડાના મુદ્દે બનેલા બનાવ સંદર્ભે સરકાર કરશે કાર્યવાહી- વિજયભાઈનુ કચ્છ પ્રવાસ દરમ્યાન નિવેદન-ઓછું વજન ધરાવતી ખાતરની તમામ થેલીઓ સિઝ કરવા આદેશ

(ભુજ) દુષ્કાળ અને અછતની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કચ્છના અસરગ્રસ્ત વિસ્તારોના એક દિવસના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા ખાતર કૌભાંડ અને કડીમાં દલિત વરરાજાના વરઘોડાના મુદ્દે થયેલા વિવાદ સંદર્ભે મીડીયા સાથે વાત કરી હતી. રાજ્યમાં ખેડૂત વર્ગ દ્વારા ખાતરની થેલીઓમાં ઓછા વજનની ફરિયાદ અને આ સંબધિત થયેલા કથિત ખાતર કૌભાંડ સંદર્ભે મુખ્યમંત્રી વિજયભાઈએ જણાવ્યું હતું કે, સરકારે ઓછું વજન ધરાવતી ખાતરની તમામ થેલીઓ સિઝ કરવાનો હુકમ આપ્યો છે. તે ઉપરાંત જીએનએફસી અને જીએફએફસી એ બન્ને કંપનીઓને ખાતરના તમામ જથ્થાનું પૂરતું વજન ચેક કર્યા બાદ જ બહાર વેચાણ માટે મુકવાની તાકીદ કરી છે. કડીમાં દલિત સમાજના વરરાજા દ્વારા કાઢવામાં આવેલ વરઘોડા બાબતે ગામના સરપંચ અને અન્ય લોકો દ્વારા કરાયેલ વિરોધ અને વિવાદ સંદર્ભે સરકારે કસુરવારો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈએ જણાવ્યું હતું.

(6:07 pm IST)