Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ખંભાળીયાની એક ગ્રામ પંચાયત કચેરીમાં દારૂની મહેફીલ ? તસ્વીર વાયરલ

 ખંભાળીયા તા. :..  તાલુકાના ધરમપુર પંથકની કોઇ કચેરીમાં તાજેતરમાં કચેરીના કર્મચારી તથા હોદેદારો તથા હોદેદારના સગાઓ ટેબલ પર મેકડીનાલ્ડની બોટલ ખુલ્લે આમ રાખીને દારૂ ગ્લાસમાં પીતા હોય તેવા ફોટા સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં સમગ્ર ખંભાળીયા શહેર તથા તાલુકામાં ભારે ચકચાર જાગી છે.

એમ માનવામાં આવે છે કે દારૂની મહેફીલમાં સામેલ કોઇ એક વ્યકિતએ ફોટા પાડેલા જેની જાણ પણ તમામને હતી પણ તેના દ્વારા ફોટા લીક થતાં કોઇએ વાયરલ કરતા ફોટા મીડિયા સુધી અને અનેક વોટસએપ ગ્રુપમાં ફેલાતા ભારે ચર્ચા જાગી હતી.

જો કે કેટલાક દ્વારા ફોટા પોલીસના અધિકારીઓને પણ વાયરલ કરતા હવે તંત્ર શું કરે છે ? તેની અટકળો થઇ રહી છે.

(3:47 pm IST)