Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ખંભાળીયા નજીક પાણીના ઉંડા ખાડામાં પડી જવાથી યુવકનું મોત

ખંભાળીયા તા. ૧૦: લાલપુર રોડ પર કલેકટર ઓફિસ નજીક આવેલ પાણીના ઉંડા ખાડામાં ધરમપુર વિસ્તારમાં રહેતા કાદર (ઉ.૧૭) નામના યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે હોસ્પીટલે ખસેડી પી.એમ. કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

બીન સતાવાર મળતી માહીતી મુજબ આ યુવાન નહાવા ગયો તો ત્યારે ડુબી જવાથી મૃત્યુ થયાનું માનવામાં આવી રહ્યું છે. જો કે પી.એમ. કરાવ્યા બાદ ચોકકસ વિગત બહાર આવી શકશે.

આજે સવારે ૧૧ વાગ્યાના સુમારે આ બનાવ બન્યાનું જાણવા મળી રહ્યું છે.

(2:41 pm IST)