Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ભાવનગર પાસે અકસ્માતમાં માતા-પુત્રીના મોતઃ ર ને ઇજા

બાઇક અને ડમ્પર ટકરાતા કરૂણ દુર્ઘટનાઃ વાડીમાં ''ભાગીયા'' તરીકે કામ કરતા પરિવારમા કલ્યાંત

 ભાવનગર તા.૯: ભાવનગર નજીક બાઇક અને ડમ્પર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં માતા-પુત્રીના મોત નિપજ્યા છે. જયારે પિતા અને બહેનને ઇજા પહોંચી હતી.

ભાવનગર નજીક વરતેજ રેલ્વે સ્ટેશન પાસે આવેલી વાડીમાં ભાગીયુ રાખી રહેતા મહેશભાઇ સામતભાઇ રાઠોડ ઉ.વ.૨૫માં પત્ની કાજલબેન મહેશભાઇ રાઠોડ ઉ.વ.૨૪ પુત્રી કિષ્ણા મહેશભાઇ ઉ.વ.૨ અને મહેશભાઇના ભાઇની પુત્રી નિશા અશોકભાઇ ઉ.વ.૬ને મોટર સાઇકલ નં.જીજે ૪ ડી.એચ.૫૯૧૫ ઉપર નિશાની દવા લેવા સીદસર ગામે જઇ રહ્યા હતા.

ત્યારે સિદસર નજીક પુર ઝડપે ઘસી આવેલા ડમ્પર નં-૪૬૫૦ સાથે બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કાજલબેન અશોકભાઇ રાઠોડ ઉ.વ.૨૭નું અને તેની પુત્રી ક્રિષ્ના અશોકભાઇ ઉ.વ.૨નું ગંભીર ઇજા થતા બનાવ સ્થળેજ કરૂણ મોત નિપજ્યુ હતુ.

જયારે અશોકભાઇ અને તેની ભત્રીજી નિશાને ઇજા થતાં હોસ્પીટલ ખસેડાયેલ છે આ બનાવ અંગે વરતેજ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

(11:45 am IST)