Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

શિહોરના અમરગઢ (જીથરી) મુકામે ડેન્ટલ કોલેજનો વાર્ષિક મહોત્સવ રંગેચંગે સંપન્ન

શિહોરના અમરગઢ જીથરી મુકામે ડેન્ટલ કોલેજ-હોસ્પિટલનો વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં ઉપસ્થિત મહેમાનો તથા કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાની કલા રજુ કરતી નજરે પડે છે. (તસ્વીરઃ બળવંત ત્રિવેદી રસનાળ)

રસનાળ (તા. ગઢડા) તા.૧૦: ભાવનગર જિલ્લાના તા. શિહોર તાલુકાના અમરગઢ (જીથરી) મુકામે આવેલ કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ એન્ડ હોસ્પિટલ (અમરગઢ) દ્વારા વાર્ષિક મહોત્સવ તા.ર૦ એપ્રિલથી ૧ મે સુધી ઉજવવામાં આવ્યો હતો.

આ મહોત્સવ દરમિયાન વિવિધ સ્પોર્ટસ, સાયન્ટીફીક અને કલ્ચરલ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમની પૂર્ણાહુતિ ૧ મેના ભવ્ય કાર્યક્રમ દ્વારા કરાઇ હતી.

આ પ્રસંખે મુખ્ય અતિથિ ડો.મહીપતસિંહ ચાવડા (વાઇસ ચાન્સેલર એમ કે ભાવનગર યુનિવર્સિટી), તથા ગેસ્ટ ઓફ ઓનર દિપકભાઇ શાહ હાજર રહ્યા હતા.ઓરગેનાઇજીંગ ચેરમેન ડો.રોઝૈયા કાનાપારથી, ઓરગેનાઇઝીંગ કો ચેરપરસન ડો. પંકજ ઝાકસી બાઇ. કે. અને ઓરગેનાઇઝીંગ સેક્રેટરી ડો. મનદીપસિંહ ગોહિલના નેતૃત્વમાં કાર્યક્રમને ભવ્ય સફળતા મળી હતીતેમ કોલેજની યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)
  • વડાપ્રધાનને આપેલ ૫૬ ગાળો ૫૬ ભોગ સમાનઃ ગડકરી : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ ઉપર હલ્લાબોલ કરતા જણાવેલ કે વડાપ્રધાન મોદીને કોંગ્રેસે અત્યાર સુધીમાં ૫૬ ગાળો આપી છે, પણ એ અમારા માટે ૫૬ ભોગની જેમ છે. અમે અમારા પ્રદર્શનના આધારે ચૂંટણી લડી રહયા છીએ access_time 3:42 pm IST

  • સુપ્રિમકોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી ટળી : મધ્યસ્થી પેનલને ૧૫ ઓગસ્ટ સુધીનો કોર્ટે આપ્યો સમય access_time 11:42 am IST

  • અમદાવાદના ધોળકા નગરપાલીકાનો કલાર્ક રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોઃ વર્કઓર્ડરના બિલ પાસ કરાવવા માગી હતી લાંચ access_time 3:42 pm IST