Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ગાંધીધામમાં મિલ્કતોના ગેર કાયદેસર કબજા કરી ખંડણીઓ વસુલતા કુખ્યાત ગઢવી બંધુઓ ઝડપાયા

ભુજ, તા.૧૦: ડી.બી.વાઘેલા IGP, બોર્ડર રેન્જ, ભુજ તથા શ્રી પરીક્ષિતા રાઠોડ SP, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી ગેર કાયદેસર મિલ્કતોના કબજા કરતા તથા ધાક-ધમકીઓ આપતા ઇસમો વિરૂધ્ધ્ કડક હાથે કામ લેવાની સુચના અનુસાર પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામના બે માથાભરે ગઢવી ભાઈઓની ધરપકડ કરી છે. હમણાં જ તા.૪/૫/૧૯ ના રોજ ફરીયાદી સંજયકુમાર આત્મારામ નાવાણી, રહે. આદિપૂર વાળાને આરોપી રાજભા વાલાભા ગઢવી તથા હિતેષ વાલાભા ગઢવી એ ખંડણી વસુલવા ધાક-ધમકી આપેલ હતી, જેમા બન્ને નાસતા-ફરતા હોય રાજભા ગઢવીને એલ.સી.બી. તથા ગાંધીધામ એ ડીવીજન પોલીસે ગાંધીનગર ખાતેથી દબોચી લીધેલ. તેમજ હિતેષ વાલાભા ગઢવીની ગાંધીધામથી ધરપકડ કરેલ. જેમા મજકુર બન્ને માથાભારે ઇસમોના તા.૧૦/૫/૧૯ ના બપોર સુધીના રીમાન્ડ મંજૂર થયેલ છે. – રાજભા વાલાભા ગઢવી, હિતેષ વાલાભા ગઢવી, રહે. બન્ને રીવેરા એલીગેન્ટ સોસાયટી, વરસામેડી, તા.અંજાર મજકુર બન્ને ગઢવી બંધુઓ વિરૂધ્ધ અગાઉ ગાંધીધામના મોટાગજાના બિઝનેસ વુમન તુલસી સુજાનને પૈસા માટે ધાક-ધમકી આપવાનો ગુનો દાખલ થયેલ છે તથા તુલસી સુજાનના જીમ ઉપર ગેર કાયદેસર મંડળી કરી હુમલો કરવાનો પણ ગુનો દાખલ થયેલ છે. તેમજ ઉપરોકત સંજય નાવાણી વાળા કેસના સાક્ષી નિલેશ મહાશંકર પંડયાને ધાક-ધમકી આપવાનો પણ ગુનો દાખલ થયેલ છે. તેમજ અગાઉ એ- ડિવિજન પો.સ્ટે.માં પ્રોપર્ટી પડાવવાના પણ ગુના દાખલ થયેલ છે. તેમજ અંજાર પો.સ્ટે.મા પણ ધાક-ધમકીનો એક ગુનો દાખલ થયેલ છે. તેમજ આજરોજ એક મહિલાને વોટસએપ પર અશ્લીલ મેસેજ કરવાનો ગુનો હિતેષ વાલાભા ગઢવી ઉપર દાખલ કરવામા આવેલ છે. પોલીસે લોકોને ફરિયાદ માટે આગળ આવવા જાહેર અપીલ કરી છે. મજકુર બન્નેે ગઢવી ઇસમો માથાભારે પુર્વ ઇતિહાસ ધરાવે છે અને પ્રોપર્ટીઓ હડપવાના ગેર કાયદેસર ધંધામા ઉંડે સુંધી ખુંપેલા છે. ગાંધીધામ કે અન્ય કોઇપણ જગ્યાએ મજકુર બન્નેની આ નીતી-રીતીનો નિર્દોષ નાગરીકો/વેપારીઓ ભોગ બનેલા હોય તો બિલકુલ ડર રાખ્યા વગર ગાંધીધામ પોલીસનો અથવા જે-તે જગ્યાની પોલીસનો સંપર્ક કરવા જાહેર અપીલ છે. બન્નેં વિરૂધ્ધ કડક હાથે કામ લેવામા આવશે.

કચ્છ જિલ્લાના રામપુરા ગામે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી અને વેકેશન હોવાથી પિયર બિલીયા મુકામે પિતાના દ્યરે આવીને કોઈ અગમ્ય કારણોસર એસિડ પી જતા મોત નીપજયું હતું.

 આ અંગે મળતી વિગત મુજબ બિલીયા ગામે રહેતા દશરથભાઈ શંકરભાઇ પટેલને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે જેમની સૌથી મોટી દીકરી રશ્મિકાને તાવડીયા ગામે પરણાવેલ હતી અને તેના સાસરે રહેતી હતી અને તેને ચાર વર્ષ નો બાબો છે તે કચ્છ જિલ્લાના રામપુરા ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી. અત્યારે શાળમાં ઉનાળુ વેકેશન હોવાથી રશ્મિકાબેન અને તેમનો દીકરો ૦૬ મેના રોજ તેમના પિતાના દ્યરે સવારે ૭-૦૦ વાગ્યાના સુમારે બિલીયા મુકામે મળવા આવ્યા હતા.

એજ દિવસે સાંજે દ્યરના સભ્યો વાડામાં ભેંસો દોવા ગયા હતા તે દરમિયાન રશ્મિકાબેને અગમ્ય કારણો સર એસિડ પીજતા ઉલ્ટીઓ કરવા લાગ્યા ત્યારે મોહલ્લા વાસીઓએ રશ્મિકાબેન ને ઉલ્ટીઓ કરતા જોતા તેમના પિતા દશરથભાઈ ને જાણ કરતા તેઓએ આવીને તાત્કાલિક રશ્મિકાબેનને લાઈફલાઈન હોસ્પિટલ મહેસાણા ખાતે લઈ ગયા હતા. જયાં સારવાર દરમિયાન મંગળવારે મોતને ભેટી હતી.

(11:41 am IST)