Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

રોયલ ગામના ટેમ્પો ડ્રાઈવીંગ કરતા પિતાનો પુત્ર રાઠોડ સાગરે ધો. ૧૨ સાયન્સમાં ૯૯.૦૫ PR મેળવી તળાજા તાલુકાનું વધાર્યુ ગૌરવ

ભાવનગર, તા. ૧૦ :. રોયલ ગામના વતની અને  પિતાનો અભ્યાસ ધો. ૮નો છે, થ્રી વ્હીલ ટેમ્પો ડ્રાઈવીંગ કરે છે. તેમનો પુત્ર નિલકંઠ વિદ્યાપીઠ-તળાજાના વિદ્યાર્થી રાઠોડ સાગર ઝાલાભાઈએ ધો. ૧૨ સાયન્સમાં ૯૯.૦૫ પીઆર / ગુજકેટ ૯૭.૭૫ ગુણ મેળવી પરિવાર અને તળાજા તાલુકાનુ ગૌરવ વધાર્યુ છે.સામાન્ય પરિવારનો જીવનનિર્વાહ કઠીન રીતે ચાલે છે. સાગરે અથાગ મહેનત અને સખત પરિશ્રમ કરી ઉચ્ચત્તમ રીઝલ્ટ પ્રાપ્ત કર્યુ છે. સફળતાનો શ્રેય નિલકંઠ વિદ્યાપીઠ-તળાજાના સંચાલકો અને શિક્ષકોને આપે છે. રોયલ ગામના આ વિદ્યાર્થીએ ખૂબ સારૂ પરિણામ મેળવ્યુ છે તે ગૌરવ લેવા જેવી વાત છે. તળાજા તાલુકાનું નામ રોશન કરવા બદલ નિલકંઠ વિદ્યાપીઠ-તળાજાના સંચાલકશ્રીઓ ડો. દલપતભાઈ ડી. કાતરિયા અને રૈવતસિંહ પી. સરવૈયા તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

(11:39 am IST)