Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

તળાજાના સાંગણવા ગામે પૂ. મોરારીબાપુના હસ્તે તુલશીશ્યામના ટ્રસ્ટીઓનુ સન્માન કરાયું

કુંઢેલી તા.૧૦ : તળાજા તાલુકાના નવા સાંગણા ગામે મહામંડલેશ્વર પૂ. રમજુબાપુ દ્વારા આયોજીત ભાગવત કથા તેમજ પાંચ દિવસીય ર૧ કુંડી મહાવિષ્ણુયાગ-રાજસુય યજ્ઞો પ્રસંગે આજે પૂ. મોરારીબાપુએ લોકસાહિત્યકાર અનેભગુડા મોગલધામના ટ્રસ્ટી માયાભાઇ આહિર તેમજ તુલશીશ્યામના ટ્રસ્ટી પ્રતાપભાઇ વરૂને એવોર્ડ સન્માન અર્પણ કરતા કહ્યું કે, ધર્મસ્થાનમાં યજ્ઞશાળા, ગૌશાળા, ભોજનશાળા, ધર્મશાળા, વ્યાયામ શાળા અને પાઠશાળા હોવી જોઇએ.

સંતોની પાવન નિશ્રામાં યોજાયેલા આ કાર્યક્રમમાં પૂ. મોરારિબાપુએ આશિર્વચનમાં રમજુબાપુની સરળ અને સહજ ધાર્મિક પ્રવૃતિઓને બિરદાવી હતી. આ ધર્મોત્સવ વેળા પૂ. મોરારિબાપુના હસ્તે નવા સાંગણા ગામમાં નિર્મિત નૂતન રામજી મંદિરની ઇંટનું શિલાપૂજન કર્યું હતું. આ વેળાએ પુ.નીરૂબાપુ, પૂ.વસંતબાપુ, જગજીવનબાપુ સહિત સંતો અને અગ્રણીઓની હાજરી રહી હતી.

અહી તા.૧૦ને શુક્રવારે પૂ.વલકુબાપુના હસ્તે ટ્રસ્ટીઓ શ્રી વિર મોખડાજી (ખદરપર) અને ટ્રસ્ટીઓ શ્રી વીર મોખડાની (ઘોઘા) ને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.

ગત તા. ૭ને મંગળવારથી શાસ્ત્રી કેદારજી દવેના વ્યાસાસને ભાગવત કથાનો પ્રારંભ થયો છે. તેમજ આજથી પ્રારંભાયેલા મહાવિષ્ણુયાગની શ્રીફળ હોમ  સાથે પૂર્ણાહુતિ તા.૧૩ને સોમવારે થશે.

(11:38 am IST)