Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

મોરબી જીલ્લા પુરવઠા અધિકારીની જગ્યા વહેલી તકે ભરવા રજુઆત

મોરબી તા ૧૦  :  મોરબી જીલ્લા પુરવઠા અધિકારીની ખાલી જગ્યાથી પ્રજાને પડતી પારવાર સરકારે અગાઉ મંજુર કરેલ છે. વહેલી તકે ભરવા માંગણી પી.વી. જોષીએ કરીને નાગરીક પુરવઠા મંત્રીને રજુઆત કરી છે.

મોરબી જીલ્લો બની ગયેલ છે, પરંતુ જીલ્લા પ્રમાણે મહત્વની જગ્યા પુરવઠા અધિકારીની જગ્યા છે. તે જગ્યા એકાદ માસ પહેલાં મંજુર પણ કરવામાં આવેલ છે, છતાં આજદિન સુધી જગ્યા ખાલી છે. જે ઘણીજ અગત્યની પોસ્ટ ગણાય છે. તેમની પાસે અન્ન નાગરીક પુરવઠાની કામગીરીની જવાબદારી હોય છે, જેમની પાસે હાલમાં હળવદ પ્રાંત અધીકારી તથા નાયબ કલેકટરશ્રી સ્ટેમ્પ તથા વધારાની કામગીરી પુરવઠાની છે. માોરબી જીલ્લા હેઠળ મોરબી, માળીયા, ટંકારા, વાંકાનેર, હળવદ તાલુકાઓ આવેલ છે. ઉપરાંત પુરવઠા અધીકારી તરીકે તેમને વધારાનો ચાર્જ હોય, આ વિસ્તારની પ્રજાને ઘણીજ મુશ્કેલી ભોગવવી પડે છે. અને તેમની પાસે વધારે ચાર્જ હોય સસ્તા અનાજની દુકાનો, ગેસ એજન્સી, પેટ્રોલપંપ વગેરેની તેને  જવાબદારી હોય છે. જે  પોતે જવાબદારી  નિભાવી શકતા નથી. રેશનકાર્ડ ધારકો હેરાન પરેશાન થાય છે.

સસ્તા અનાજની દુકાનદારને મોકળુ મેદાન મળી જાય છે. સમયસર દુકાનો ખોલવી નહીં, ગ્રાહકને બીલ આપવું નહીં, મનફાવે તેમ વર્તન કરવુ, તેમજ મોરબી જીલ્લાની સસ્તા અનાજની અસંખ્ય દુકાનો ચાર્જમાં હોય દુકાનદાર પણ હેરાન પરેશાન થાય છે. આવી દુકાનો જે ચાર્જમાં છે, તે પણ પાંઁચથી સાત કી.મી. દુર  હોય  સમયસર ન ખોલવાને કારણે રેશન કાર્ડ ધારકો હેરાન પરેશાન થાય છે. તેમ રજુઆતમાં જણાવ્યું છે.

(11:36 am IST)