Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

પોરબંદર જિલ્લામાં ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૬૫.૩૭ ટકા પરિણામ

પોરબંદર તા.૧૦, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની યોજાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થતા જ પોરબંદરમાં વિધાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

પોરબંદર જિલ્લાનું ૬૫.૩૭ ટકા પરિણામ જાહેર થયુ છે. જિલ્લામાં કુલ ૪૬૨ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમા ૩૦૨ વિધાર્થીઓ પાસ અને ૧૬૦ વિધાર્થીઓ નાપાસ જાહેર થયા છે. પોરબંદર શહેરમાં જુદાં-જુદાં ૩ પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાઇ હતી.

શૌક્ષણિક કારકિર્દીનો એક પડાવ પુર્ણ કરનાર ધો ૧૨ વિજ્ઞાન પ્રવાહનાં વિધાર્થીઓ પોતાની માર્કશીટનાં આધારે ભવિષ્યમાં કયા ક્ષેત્રે આગળ વધવુ તેનો નિર્ણય કરશે. શૈક્ષણિક કારકિર્દીમાં ધો-૧૨ની બોર્ડની પરીક્ષાનું ખુબજ મહત્વ છે. આ પરિણામનાં આધારે વિધાર્થી તથા તેના વાલીઓ નક્કી કરે છે કે, ધો.૧૨ પછી કયાં ક્ષેત્રમાં આગળ વધવુ, કેમકે મોટા ભાગનાં શૌક્ષણિક ક્ષેત્રો ધો-૧૨ પછી જ નક્કી થતા હોય છે. આમ ધો.૧૨ એ જંકશન રેલવે સ્ટેશન જેવુ છે જયાથી બધા વિદ્યાર્થીઓ જુદી જુદી દિશામાં જઇને ભવિષ્ય ઘડતરની અલગ ટ્રેન પકડતા હોય છે.

(11:36 am IST)