Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

તળાજા નજીક દસવર્ષ પહેલા શેત્રુંનદી પર બનેલ ચેકડેમ તૂટીગયો

ચારેક વર્ષથી ખેડૂતો દ્વારા મરામત કરવાની માંગ કરે છે :જમીનો ધોવાઈ રહી છે પણ તંત્ર નિષફિકર

તળાજા, તા.૧૦: સરકાર જળ સન્ચયના અનેક કામો કર્યાના દવાઓ કરેછે. પણ તળાજાના રોયલ અને શેત્રુંજી નદી કિનારે વાડીઓ ધરાવતા ખેડૂતોને સરકારના દાવાઓ પોકળ લાગે છે. એટલુંજ નહિજે ચેકડેમ છે , જેનાથી પાણી સંગ્રહિત થાય છે તે ચેકડેમ પણ તૂટી રહ્યા છે. ચાર ચાર વર્ષથી રજૂઆતો કરવા છતાંય મરામત કરવામાં આવતી નથી તે વાસ્તવિકતા છે.

ગુજરાતમાંથી ભાજપ સરકાર આવતાજ ટેન્કર રાજ ચાલ્યા ગયા નું દ્યમન્ડ ધરાવનારના ગુજરાત માં પાણીના પોકારો ઉઠતા પાણી મપાઈ ગયા છે. સરકાર નવાતો ઠીક જે ચેકડેમો છે તેની મરામત કરવાની અને ખેડૂતોની નદી કાંઠે આવેલી જમીનો ધોવાઈ રહી છે તેની દરકાર પણ લેતી નથી તેમ ભાજપ નાજ સક્રિય કાર્યકર અને રોયલ ગામના ખેડૂત ગંગાણી હિમતભાઈએ આજે મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવી ધ્યાન દોરયુ છે.

તળાજાના રોયલ નજીક શેત્રુંજી નદીમાં દસેક વર્ષ પહેલાં રોયલ અને માખનિયાના ગ્રામજનો એ જલધારા ટ્રસ્ટના સહયોગથી બનેલ ચેકડેમ અનેક જગ્યાએથી ક્ષતિગ્રસ્ત થઈ ગયેલ છે. જેના કારણે દસ જેટલા ખેડૂતોની જમીન પુર આવતા ધોવાઈ રહી છે.

ચાર વર્ષથી સતતરજૂઆત કરવા છતાંયે સરકરી બાબુઓ એ લક્ષમાં લીધેલ નથી. જેના કારણે ચેકડેમ વધુને વધુ ભાંગતોજાયછે. જે અણઘડ વહીવટની રીતસર ચાડી ખાય છે.

માખનિયા અને રોયલ ગામના ખેડૂતોની માગ છેકે તૂટેલ ચેકડેમની મજબૂતાઈ પૂર્વક મરામત કરવામાં આવે.

(11:32 am IST)