Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ગોંડલની ગંગો્ત્રી સ્કુલનો ૧૨ સાયન્સના પરિણામમાં ફરી એક વખત દબદબો

ગોંડલ : ધો. ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું, જેમાં બોર્ડનું પરિણામ ૭૧.૯૦% આવ્યું એમાં  ગોંડલ કેન્દ્રનું પરીણામ ૮૧.૯૮% આવ્યું, જેમાં ગોંડલની ગંગોત્રી સ્કુલનું પરીણામ ૯૪.૨૩% આવ્યું છે. ગોંડલ કેન્દ્રમાં ગંગોત્રી સ્કુલની વિદ્યાર્થીની નિર્મળ જાનવી ૯૯.૭૮ પી.આર.. સાથે ગોંડલ કેન્દ્રમાં પ્રથમસ્થાન મેળવ્યું અને ગંગોત્રી સ્કુલનો વિદ્યાર્થી જયેશ રામાણી ૯૯.૭૩ પી.આર. સાથે ગોંડલ કેન્દ્રમાં દ્વિતીય સ્થાન મેળવ્યું, અને એ રીતે ગંગોત્રી સ્કુલની વિદ્યાનર્થીની એકતા વૈષ્ણવ એ ૯૯.૫૭ પી.આર. સાથે ગોંડલ કેન્દ્રમાં ચોથા સ્થાને આવી, ગંગોત્રી સ્કુલનો વિદ્યાર્થી કુલદિપ ગોહેલ એ ૩૦૦ માંથી ૨૮૧ માર્કસ મેળવી સાયન્સ પી.આર. માં ૯૯.૬૦ પી.આર. મેળવી ગોંડલ કેન્દ્રમાં પ્રથમસ્થાને આવ્યો, આમ જ ગંગોત્રી સ્કુલના વિદ્યાર્થીઓ ૯૯ પી.આર. ઉપર ૭ વિદ્યાર્થીઓ, ૯૮ પી.આર. ઉપર ૧૦ વિદ્યાર્થીઓ, ૯૭ પી.આર. ઉપર ૧૧ વિદ્યાર્થીઓ, ૯૫ પી.આર. ઉપર ૧૭ વિદ્યાર્થીઓ, ૯૦ પી.આર. ઉપર ૨૯ વિદ્યાર્થીઓ, ૮૫ પી.આર. ઉપર ૩૪ વિદ્યાર્થીઓ, ૮૦ પીઆર. ઉપર ૪૨ વિદ્યાર્થીઓ આવેલ છે. તેમજ ગુજકેટના પરીણામની અંદર ૧૨૦ માર્કસમાંથી ૧૦૧.૫૦ માર્કસ મેળવી ગંગોત્રી સ્કુલ નો વિદ્યાર્થી રિધમ શીંગાળા સ્કુલ પ્રથમ આવ્યો. ગુજકેટના પરિણામમાં ૧૦૦ માર્કસ ઉપર ૩ વિદ્યાર્થીઓ, ૯૫ માર્કસ ઉપર ૪ વિદ્યાર્થીઓ, ૮૫ માર્કસ ઉપર ૯ વિદ્યાર્થીઓ ગંગોત્રી સ્કુલના વિદ્યાર્થીઓ ગુજકેટમાં ઉપરોકત પરિણામ લાવ્યા. આ રીતે ફરી એક વખત ગંગોત્રી સ્કુલે ધો. ૧૨ સાયન્સના પરીણામમાં ઉત્તરોતર પરીણામો લાવવાની પરંપરા જાળવી રાખી હતી. તેમજ ગોંડલ કેન્દ્રમાં સાયન્સના પરિણામમૉ અગ્રેસર રહી. આ તકે સ્કુલના ચેરમેન સંદિપ શીંગાળાએ દરેક વિદ્યાર્થીઓને, વાલીઓને, શિક્ષકોને અને મેનેજમેન્ટ ટીમને શુભેચ્છા પાઠવી અને વિદ્યાર્થીઓને મીઠાઇ ખવડાવીને અને વહેંચી ને પરીણામની ઉજવણી કરાઇ હતી (તસ્વીર-અહેવાલ જયસ્વાલ ન્યુઝ હરેશ ગુણોદીયા ગોંડલ)

(11:31 am IST)