Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

તળાજામાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંજામ ઘરમાં ઘુસી દીકરી જમાઈ સહિતના પર હુમલો

તળાજા, તા.૧૦: તળાજા ની દાંતરડની વાડી તરીકે ઓળખાતા પોષ એરિયામાં રહેતા પરિવારના યુવકે જે યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોય તેની દાઝ રાખી આજ યુવતીના પિતા માતા ભાઈ સહિતના સાત શખ્સો એ યુવતી સાસરે હોય તેના ઘરમાં ઘુસી બોથડ પદાર્થ વડે હુમલો કરેલ. આ હુમલાને લઈ ઇજાગ્રસ્તોને અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. યુવતીએ સાત સખશો વિરુદ્ઘ પોલીસે ફરિયાદ નોંધાવી છે.

તળાજામાં યુવતીએ પરિવાર જનોની વિરૂદ્ઘ મા જઇ કરેલ પર જ્ઞાતિના યુવક સાથે કરેલ પ્રેમ લગ્નનો અંજામ લોહિયાળ બનીને રહયો. મયૂર ભનુભાઈ મકવાણાના પત્ની મિતલબેન ઉવ ૧૯ એ પિતા જયેશભાઇ રતીભાઈ રાઠોડ, માતા ગીતાબેન, ભાઈ વિશાલ, કાકા ઘનશ્યામભાઈ, રાજુભાઇ તથા તીખીબેન, એમનો દીકરો વિશાલ વિરુદ્ઘ  ફરિયાદ નોંધાવી છે કે  સાંજના પાંચેક વાગ્યા બાદ પિતા સહિતના ઉપરોકત આરોપીઓ ઘરે આવેલ હતા. દરવાજો ખોલ અમારે મળવું છે તેમ કહેલ.

પરાણે ઘરમાં ઘુસી જઇ મિતલબેન સાથે પ્રેમ લગ્ન કરનાર પતિ મયૂર ,સસરા ભનુંભાઈ બચુભાઇ મકવાણા, ઋત્વિક હરેશભાઇ મકવાણા, હરેશભાઇ બચુભાઇ મકવાણા સહિતના પરિવાર જનો પર બોથડ પદાર્થ વડે હુમલો કરી લોહિયાળ તથા ફેકચર સુધીની ઇજાઓ પહોંચાડી હતી.

તળાજાની પોષ વિસ્તાર માંપ્રેમ પ્રકરણની લઈ બનેલ મારામારીના બનાવને લઈ ચકચાર જાગી હતી. હેડ.કો. બોરીચાભાઈ એ યુવતી ની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:31 am IST)