Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

કચરો કચરાપેટીમાં નહીં નાંખવા બદલ રૂ.પ૦નો દંડ ગૌમાતાની દાન પેટીમાં નાંખવો

વાંકાનેર નજીક ઢુવા ભવાની હોટલ સંચાલક દ્વારા સ્વચ્છતા જાળવવા નવી પહેલ

વાંકાનેર, તા.૧૦: ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ભારતભરમાં સ્વચ્છતા જાળવવા લોકો દ્વારા અવનવા અભિયાન કરી લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવે છે.

ત્યારે વાંકાનેર નજીક આવેલ ઢુંવા ચોકડી નજીક આવેલ ભવાની હોટલના સંચાલક રાણાભાઈ રાઠોડ દ્વારા સ્વચ્છતા જાળવવા લોક જાગૃતિ માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી હતી જેમાં હોટલમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે જેમાં લખ્યું છે 'કચરો કચરા પેટીમાં નહીં નાખવા બદલ ૫૦/- રૂ. દંડ ગાયની દાન પેટીમાં નાખવો' સાથે હોટલના સંચાલક રાણાભાઈએ જણાવ્યું હતું કે ઘણા લોકો પાસેથી દંડ પણ વસૂલ કરી ગાય માતા માટે રખાયેલી દાન પેટીમાં નાખવામાં આવ્યો છે. સ્વચ્છતા જાળવવા માટે કરેલ આ પહેલથી ત્યાંના લોકોમાં પણ જાગૃતતા આવી છે અને લોકો સ્વૈચ્છિક કચરો કચરા પેટીમાં નાખતા થઈ ગયા છે.

(11:30 am IST)