Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ધારીનો ફરારી ગુન્હેગાર ઝડપાયો

ધારી : પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલીના ઇ. ચા. પો. સબ ઇન્સ. આર.કે.કરમટાની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલીના અનાર્મ એ.એસ.આઇ. બી. વી. પરમાર તથા અનાર્મ હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા અનાર્મ હેડ કોન્સ. ગંભીરસિંહ ચાવડા તથા પો. કોન્સ. હરેશભાઇ વાણયા તથા પો. કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો. કોન્સ. કમલેશભાઇ સોલંકી તથા પો. કોન્સ. જનકભાઇ કુવાડીયાએ ધારી સીટી પો. સ્ટે. ફ. ગુ. ર. નં. ૭-૧૬ આઇ. પી.સી. ક. ૩૬૩, ૩૬૬, પોકસો એકટ ક. ૧૮ વિ. મુજબના ગુન્હાના કામે છેલ્લા સાડા ત્રણેક વર્ષથી નાસતો - ફરતો આરોપી મેહુલ ખોડાભાઇ  ગોહેલ (કોળી) ઉ.વ.ર૪ રહે. ફેદરા તા. ધંધુકા જી. અમદાવાદવાળાને અમરેલીથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે. આમ પોલીસ અધિક્ષક અમરેલીનાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્કોર્ડ અમરેલીના ઇ.ચા. પો.  સબ. ઇન્સ. આર. કે. કરમટા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ દ્વારા ગુન્હામાં ધારી પો. સ્ટે. અટક કરવાના બાકી આરોપીને પકડી પાડેલ છે.

(11:26 am IST)