Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

બીયરનો જથ્થો ઝડપાયો : બે ઝડપાયા

ભાવનગર : વરતેજ પી.એસ.આઇ. એચ.સી. ચુડાસમા તથા સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પો. કોન્સ. દિગ્વિજયસિંહ ગોહીલને  બાતમી મળેલ કે, વરતેજથી નવાગામ તરફ એક મારૂતી અલ્ટો કાર નંબર જીજે-૪ સી ૫૦૧૬ નંબર વાળી ગાડી બીયરની પેટીઓ લઇ પસાર થવાની હોય, જેથી નવાગામ પાસે વોચ ગોઠવી અલ્ટો કાર પસાર થતા તેને રોકી ચેક કરતા કારમાંથી અલગ અલગ કંપની ના ૫૦૦ એમ.એલ. માપના બીયર ટીન નંગ ૪૦૨, કી. રૂ. ૪૦,૮૦૦/- તથા અલ્ટો કાર ની કી.રૂ.૫૦૦૦૦/- તથા એક વીવો કંપનીનો મોબાઇલ કી.રૂ ૨૦૦૦/- મળી કુલ કી.રૂ. ૯૨,૮૦૦/- ના મુદામાલ સાથે આરોપી નં.૧ દયાળભાઇ પોલાભાઇ ડાભી રહે . બોરતળાવ મફતનગર તથા મુકેશભાઇ રમેશભાઇ રાઠોડ તથા હીતેશભાઇ ઉર્ફે કાળુ  સુરેશભાઇ  શીયાળ રહે. બન્ને નવાગામ વાળાને પકડી તપાસ હાથ ધરેલ છે. આ કામગીરીમાં પો.સબ ઇન્સ. એચ.સી. ચુડાસમા, એ.એસ.આઇ. શીતલબેન એમ. કળોતરા, પો. કોન્સ. દિગ્વિજયસિંહ સુરૂભા ગોહીલ, જયરાજસિંહ પી. ગોહીલ, વિશ્વરાજસિંહ અનિરૂધ્ધસિંહ વાઘેલા, રાજદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહીલ જોડાયા હતા.

(11:26 am IST)