Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ધોરણ-12 સાયન્સમાં ધ્રોલની ઉંચી ઉડાન :રાજ્યમાં પ્રથમ

સમગ્ર ધ્રોલ આનંદની લહેરોથી ધણધણ્યું :શિક્ષક- વિદ્યાર્થીઓ ગરબે ઝૂમ્યા:રાસની રમઝટ બોલાવી

 

આજે જાહેર થયેલ ધોરણ-12 સાયન્સના પરિણામ ધ્રોલનો ડંકો વાગ્યો છે પરિણામમાં ધ્રોલ કેન્દ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને સમગ્ર શહેરમાં આનંદની લાગણી ફેલાઈ છે સાયન્સમાં સારા નંબર સાથે પાસ થતા વિધાર્થીઓમાં હરખની હેલ્લી ઉમટી હતી. ધ્રોલની સ્કુલોમાં શિક્ષકોએ વિધાર્થીઓને મ્હો મીઠા કરાવ્યા હતા`બોર્ડમાં પ્રથમ નંબર આવતા શિક્ષકો અને વિધાર્થીઓએ રાસની રમઝટ બોલાવી હતી.

   જામનગર જીલ્લાના ધ્રોલ ધો ૧૨ના બોર્ડના સાયન્સના પરિણામમાં નંબર વન સ્થાન પ્રાપ્ત કરીને ખોબા જેવડા ધ્રોલએ સાયન્સમાં ડંકો વગાડી દીધો છે. ધ્રોલની જી એમ પટેલ સાયન્સ સ્કુલ જે ગ્રાન્ટેડ છે છતાં પરિણામ પણ નંબર વન ઉપર રહ્યું છે સરકારી ગર્લ્સ સ્કુલની સાયન્સનું પરિણામ સારું આવતા શિક્ષણ માં મોખરાનું સ્થાન મેળવતા જી એમ પટેલ વિધાલયના આચાર્યએ કહ્યું કે સારું પરિણામ માટે શિક્ષકોનું માગદર્શન અને વિધાર્થીઓની નિયમિત અને મહેનતનોએ સારું પરિણામ લાવી શક્યા છીએ.

   ધ્રોલ જી એમ પટેલ વિધાલયના આચાર્યએ કહ્યું કે, ધ્રોલનું ધો ૧૨નું સાયન્સનું પરિણામ સારું આવવા માટે શિક્ષકો વિધાર્થીઓ અને વાલીઓના ત્રિવેણી સંગમ મહેનતનું પરિણામ છે. જેનાથી બોર્ડમાં રાજ્ય ક્ક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શક્યા છીએ.

  ધ્રોલમાં જી એમ પટેલ સાયન્સ સ્કુલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતા વિધાર્થીનીએ સારા પરિણામ માટે શિક્ષકોનું માર્ગદર્શન અને નિયમિત અને સતત મહેનતથી સારી ટકાવારી મેળવી શક્યા છીએ તેમ જણાવ્યું હતું.

  ધ્રોલની સરકારી હાઈસ્કુલમાં સામાન્ય પરિવારની દીકરીઓ અભ્યાસ કરતી હોય છે. ત્યારે શિક્ષકોના સતત માર્ગદર્શન બોડમાં મહત્વનું હોય છે. સાથે વિધાર્થીઓની મહેનત પણ જરૂરી છે.

ધ્રોલની સરકારી હાઈસ્કુલ નું ધો ૧૨ સાયન્સ નું ખુબ સારું પરિણામ આવ્યું છે. તેના માટે જી એમ પટેલ હાઈસ્કુલના શિક્ષક યોગ અને પ્રાણાયામ ને લીધે આવ્યું છે. ધો. ૧૨ના સાયન્સના વિધાર્થીઓને ફરીજીયાત સવારે પ્રથમ યોગ અને પ્રાણાયામ પછી અભ્યાસ ક્રમ શરુ થતું હતો. જેનાથી શિક્ષણમાં મન લાગે છે. યાદશક્તિમાં વધારો થાય છે. તેનાથી ધો ૧૨ સાયન્સમાં ખુબ વધારે વિધાર્થીઓ પાસ સારા ટકે થયા છે.

  ધો ૧૨ના સાયન્સમાં અભ્યાસ પહેલા યોગ અને પ્રાણાયામ કરાવતા હતા. પછી શિક્ષણ વર્ગ શરુ કરતા હતા. અને તેના લીધે શિક્ષણમાં વિધાર્થીનું મન લાગતું હતું. યાદ શક્તિમાં પણ મદદરૂપ બને છે.

    ગુજરાત રાજ્યના ધો ૧૨ સાયન્સના પરિણામમાં ધ્રોલએ ડંકો વગાડી દીધો છે. ધ્રોલ સાયન્સ ક્ષેત્રે નવા સમીકરણો પણ રચાયા છે. ગ્રાન્ટેડ હાઈસ્કુલની દીકરીઓએ બોર્ડમાં નામ રોશન કર્યું છે.

(9:52 pm IST)