Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

બગવદરમાં વિજયભાઇ તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરાવશે

શનિવારે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાનઃ સુર્ય રન્નાદેવ મંદિરમાં દર્શન તથા વૃક્ષારોપણના કાર્યક્રમો

પોરબંદર, તા.,૧૦: સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત પોરબંદર જિલ્લાના બગવદર ગામ ખાતે તા.૧૨ના રોજ શનિવારે મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણી સિંચાઇ વિભાગ હસ્તકના તળાવને ઉંડુ કરાવવાની કામગીરીનો શ્રમદાન કરી પ્રારંભ કરાવશે

મુખ્યમંત્રી  ૧૨ ના રોજ સવારે ૮.૩૦ કલાકે પોરબંદર એરપોર્ટ ખાતે આવશે ત્યાથી સીધા જ બગવદર ખાતે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત તળાવને ઉંડુ કરવાની કામગીરીનો પ્રારંભ કરી શ્રમ દાન કરનારા કાર્યકર્તા ભાઇ બહેનો ને પ્રોત્સાહન કરશે ત્યારબાદ  સુર્ય રન્નાદેવ મંદીરના દર્શન, વૃક્ષારોપણ કરી ઉપસ્થીત લોકોને જળ સિંચન કરવા આહવાન કરશે.

આ કાર્યક્રમના આયોજન માટે કલેકટરશ્રી મુકેશ પંડ્યાના અધ્યક્ષ સ્થાને અધિકારીશ્રીઓની મીટીંગ મળી હતી. જેમા વિવિધ વ્યવસ્થાઓ અને પ્રોટોકોલ મુજબની કામગીરી થાય અને કાર્યક્રમનુ સુદંર આયોજન થાય તે માટે માર્ગદર્શન આપ્યુ હતું

આ બેઠકમા ડી.ડી.ઓ  અજય દહીયા, એસ.પી. શોભા ભુતડા, પ્રાંત અધિકારી  કે વી બાટી અને શ્રી પ્રજાપતી, ડીઆરડીએ નિયામક શ્રી ધાનાણી તેમજ માર્ગ મકાન, માહીતી, પાણી પુરવઠા, ફોરેસ્ટ, આરોગ્ય સહિતના વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થીત રહ્યા હતા.(૪.૮)

 

(1:07 pm IST)