Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ધોરાજીમાં વાસી ખોરાક, ભેળસેળવાળા અખાદ્ય પદાર્થોના વેચાણથી લોકો બિમાર છતાં તંત્ર દ્વારા પગલા નહીઃ!

ધોરાજી, તા.૧૦: ધોરાજી માં ધમધમી રહેલ અખાદ્ય પદાર્થો ની હાટડીઓ સામે અનેક સવાલો  ઉઠેલ છે.

ધોરાજી હાલ ઉનાળા ઋતુ માં સૂર્ય દેવ આકાશ માંથી અગન જવાળા વરસાવી રહ્યા છે ધરતી પર રહેનાર પશુ પક્ષીઓ અને માનવ જાતિ સૂર્ય દેવ ના આકરા તાપ થી આહ પોકારી ગયા છે ઉનાળા માં ગરમી માં ફૂડ પોઇઝનિંગ ના કેસો જોવા મળતા હોઈ છે પરંતુ ધોરાજી માં હાલ શહેર ની ખાનગી તથા સરકારી હોસ્પિટલો જાડા ઉલ્ટી ના દર્દીઓ થી ઉભરાઈ રહી છે શહેર ભર માં ઠેર ઠેર મીઠાઈ ની દુકાનો તથા રેસ્ટોરેન્ટ માં વાસી અને અખાદ્ય વસ્તુઓ વેચાઈ રહી છે ત્યારે હજુ દિવસે ને દિવસે જાડા ઉલ્ટી ના કેસો માં વ્યાપક વધારો જોવા મળી રહ્યો છે. શહેર ભરના નામાંકિત રેસ્ટોરેન્ટ ફાસ્ટ ફૂડ સોપ સહીત લારી ઉપર પણ વાસી ખોરાક અને ભેળસેળ કરી અને ખાદ્ય પદાર્થ વેચાઈ રહ્યા છે.

શહેર ભરમાં ધમધમી રહેલ અખાદ્ય પદાર્થ વેચનારાઓ પર તંત્ર કયારે તવાઈ બોલાવશે. ધોરાજી ના ચીફ ઓફિસર અમિત પંડીયા એ જણાવેલ કે લોકો ના આરોગ્ય ને ધ્યાને લઇ અને ધોરાજી નગરપાલિકા ના ફૂડ વિભાગ ની ટિમ એ અનેક સ્થળો એથી નમૂના લેવાની કામગીરી હાથ ધરાઈ છે અને જવાબદારો સામે કાર્યવાહી થશેજ

શહેર ભરમાં નીતિ નિયમો.ને નેવે મૂકી અને અખાદ્ય વસ્તુઓ વેચાઈ રહી છે અને દૂધ માં ભેળસેળ ની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. છતાં માત્ર ને માત્ર ગણ્યા ગાંઠ્યા વેપારીઓ ને ત્યાં માત્ર ઔપચારિક ચેકીંગ કરે છે અને મોટા મગર મછ બેફામ ભેળસેળ વારુ ખોરાક વેચે છે હજારો લીટર ભેળસેળ યુકત દૂધ પણ વેચાઈ રહ્યું છે પરંતુ તંત્ર ના જવાબદાર અધિકારીઓ માત્ર કાગળ પરજ કાર્યવાહી કરી લે છે આ બાબતે ગમ્ભીરસિંહ વાળા નિવૃત આર્મીમેન એ  આરોગ્ય મંત્રી સમક્ષ લેખિત ફરિયાદ કરી છે અને જો કાર્યવાહી નહીં કરાય તો જલદ આંદોલન ની ચીમકી પણ ઉચ્ચારી છે અને એવું પણ જણાવેલ કે ભેળસેળ કરતા કેટલા ઈસમો પર કાર્યવાહી કરી અને કેટલા નમૂનાઓ ફેલ થયા અને નામાંકિત વેપારીઓ પર તાત્કાલિક સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવા પણ માંગ કરી છે.

પ્રજાજનો ના જલદ આંદોલન ની ચીમકી બાદ પણ તંત્ર આળસ ખંખેરે છે કે સુ તંત્ર કયારે કાર્યવાહી કરેછે અને જવાબદારો પર લાલ આંખ કરે છે તેવાત પર લોકો ની મીટ મંડાયેલ છે.

(1:07 pm IST)