Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જૂનાગઢના નિવૃત શિક્ષણાધિકારીને ઘરે જઈ ત્રણ શખ્સોની ધમકી

ભાટી રાજપૂત સમાજને ખાંટ સમાજ ગણાવતા : બનાવ અંગે એક વર્ષ પછી પોલીસ ફરીયાદ

જૂનાગઢ, તા. ૧૦ :. ભાટી રાજપૂત સમાજને ખાંટ સમાજ ગણાવતા જૂનાગઢના નિવૃત શિક્ષણાધિકારીને ઘરે જઈ ત્રણ શખ્સોએ ધમકી આપી હોવાનું જાણવા મળેલ છે.

એક વર્ષ પહેલાના આ બનાવની વિગતો એવી છે કે, જૂનાગઢમાં પોસ્ટલ સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષણાધિકારી બી.જી. સરવૈયાએ ખાંટ સમાજની શૌર્ય કથા નામનું પુસ્તક પ્રસિદ્ધ કરેલ.

આ પુસ્તકના પાના નં. ૨૦, ૪૪ અને ૧૦૫માં ભાટી રાજપૂત સમાજના સોડવદર, ડેરવાણ અને મંડલીકપુરના વંશજોને ખાંટ સમાજમા ગણાવેલ હોય જે માફી પત્ર લખાવી લેવા ભેંસાણના પસવાળા ગામના જોરાવરસિંહ ભાટી, જોરૂભાઈ ભાટી અને જૂનાગઢ તાલુકાના ડેરવાણ ગામના હુકમસિંહ ભાટીએ એક વર્ષ પહેલા બી.જી. સરવૈયાના ઘરે જઈ તેમની પાસે માફી પત્ર લખાવી લેવા મારી નાખવાની ધમકી આપી હતી.

આ અંગે નિવૃત શિક્ષણાધિકારી સરવૈયાએ ગઈકાલે જૂનાગઢ બી-ડિવીઝનમા ફરીયાદ કરતા પી.એસ.આઈ. પી.જે. રામાણીએ આગળની તપાસ હાથ ધરી છે.(૨-૧૧)

(1:04 pm IST)