Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વંથલી પાસે હુંડાઇ કારમાં દેશી દારૂની હેરાફેરી પકડાઇ

વ્હેલી સવારે રૂ. ૯૩ હજારનો મુદામાલ જપ્ત

જુનાગઢ, તા., ૧૦: જુનાગઢ જિલ્લાના વંથલીના પ્રોબેશ્નલ પીએસઆઇ વી.એસ.ચાવડા આજે વહેલી સવારે પેટ્રોલીંગમાં હતા. ત્યારે વંથલી પાસે નવાગામ ચોકડી ખાતેથી જીજે ૧૧-ઇ-૯૦૧ર નંબરની હુંડાઇ એસેન્ટ કાર પસાર થતા પોલીસે કાર રોકી હતી. પરંતુ કાર ઉભી રહેતાની સાથે જ તેમાથી ડ્રાઇવર નાસી ગયો હતો. પોલીસે કારની તપાસ લેતા દેશી દારૂના ૩૩ બાચકા અને ૧૩ર બુંગીયા સહીત રૂ. ૧૩,ર૦૦ની કિંમતનો ૬૬૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે કાર અને દારૂ સહીત કુલ રૂ. ૯૩,ર૦૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે કારના નંબરના આધારે તેના માલીક તથા ડ્રાઇવર અને બુટલેગરની શોધખોળ હાથ ધરી છે. (૪.૭)

(1:04 pm IST)