Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જામકંડોરણાનાં ધોળીધાર ગામમાં રાણપરીયા પરિવારના કુળદેવી માતાજીના મંદિરમાં ચોરી કરનારા ઝડપાયા

ધોરાજી, તા.૧૦: જામકંડોરણા ના ધોળીધાર ગામે રાણપરીયા પરીવાર ના કૂળદેવી ખોડીયાર માતાજી ના મંદિરે ૮૦ હજાર ના સોના દાગી ના ચોરી ના આરોપી ઓ પોલીસે ને મૂદામાલ સાથે ઝડપી પાડી ને મંદિર ચોરી નો ભેદ ઉકેલી નાખેલ છે. આ અંગે પોલીસ મથકે થી જાણવા મળેલી માહિતી મુજબ જામકંડોરણા ના ધોળીધાર ગામે રાણપરીયા પરીવાર ના કૂળદેવી ખોડીયાર માતાજી ના મંદિરે દિન દહાડે દશન ના બહાને માતાજી મંદિર ના સોના દાગી ના સહિત નો રૂ ૮૦ હજાર ના મૂદામાલ સાથે પલાયન થયેલાં આરોપી શખ્સો સીસીટીવી મા કેદ થઇ જતાં જીલ્લા પોલીસ વડા અતરીપ સૂદ નાયબ પોલીસ વડા દેસાઈ ના માગદશન તળે જામકડોરણા પીએસઆઇ ગોજીયા તથા પોલીસ સ્ટાફે ચોરી નો ભેદ ઉકેલવા માટે બાતમીદારો મારફતે સધન તપાસ હાથ ધરી ને ૮૦ હજાર ના સોના દાગી ના ચોરી મૂદામાલ સાથે પોલીસે જૂનાગઢ જીલ્લા ના વડાલ ગામે રહેતો લાલજી દોમલીયા પટેલ ઉવ ૩૩ ને ઝડપી પાડેલ છે અન્ય ભરત કાપડીયા પટેલ ફરાર થઈ ગયેલ છે આ આરોપીઓ એ ચોરી નો મૂદામાલ પંકજ સોની જૂનાગઢ વાળા ને આપેલ હોવા ની હકીકત પોલીસ ને જણાવતા પોલીસે સોના દાગી ના સહિત નો મૂદામાલ કબ્જે કરી ને ધોળીધાર ગામે રાણપરીયા પરીવાર ના કૂળદેવી ખોડીયાર માતાજી ના મંદિર સોના દાગી ના ચોરી મામલે લાલજી દોમલીયા પટેલ તથા પંકજ સોની ની ધરપકડ કરાઈ છે ભરત કાપડીયા ને ઝડપી પાડવામાટે ચકકોગતીમાન તેજ કરાયાં છે.

આ અંગે જામકડોરણા પોલીસે મથક ના પીએસઆઇ ગોજીયા એ જણાવ્યુ હતું કે ધળીધાર ગામે રાણપરીયા પરીવાર ના કૂળદેવી ખોડીયાર માતાજી ના મંદિરે ૮૦ હજાર સોના દાગી ના ચોરી ના ગૂના નો ભેદ ઉકેલાયો છે આ મામલે જૂનાગઢ ના વડાલ ગામના લાલજી દોમલીયા પટેલ , ભરત કાપડીયા ની ચોરી મા સંડોવણી બહાર આવતાં પોલીસ સ્ટાફ દ્વારા સધન તપાસ હાથ ધરીને આરોપી લાલજી દોમલીયા પટેલ ને ઝડપી પાડેલછેજયારે બીજો આરોપી ભરત કાપડીયા ફરાર થઈ જતાં પકડવા ચકકોગતીમાન તેજ કરાયાં છે પોલીસ ની પાથમીક તપાસ માં આરોપી લાલજી ની પુછપરછ માં ચોરી નો મૂદામાલ જૂનાગઢ ના સોની પંકજ સોની ને આપેલ હોવા ની હકીકત જણાવતાં મૂદામાલ પંકજ સોની પાસે થી કબ્જે કરાઇ ને બન્ને શખ્સો ની વધુ તપાસ હાથ ધરાઇ છે

ધોળીધાર ચોરી ના આરોપી ઓ ઝડપાઇ જતાં પોલીસે આકરી સરભરા સાથે પૂછપરછ કરતાં આરોપીઓ એ અન્ય મંદિરો માં હાથફેરો કબૂલાતો મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.

(11:50 am IST)