Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

દાઉદી વ્હોરા સમાજમાં ૧૫ મી થી રમઝાન માસ શરૂ

જસદણ તા ૧૦: વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજમાં  મીસરી કેેલેન્ડર મુજબ ૧૫ મે મંગળવાર થી ઇસ્લામ ધર્મનો પવિત્ર રમઝાન માસ શરૂ થતો હોય ત્યારે અલ્લાહની નજીક જવા માટે નમાઝ રોઝા, જકાત, ખેયરાત જેવા ધાર્મિક કાર્યો સાથે પોતાના ધધા રોજગાર ઓછા કરીને પણ સળંગ એક માસ સુધી અલ્લાહનીઆરાધનામાં લીન રહેશે. પવિત્ર રમઝાન માસના અ ાગમન ને વધાવવા માટે આગામી સોમવારે સાંજે પહેલી રાત મનાવવામાં આવશે જેમાં વ્હોરા પરિવારો પોતપોતાના ગામોની મસ્જિદોમાં એકત્ર થઇ સાંજની નમાજ પઢી એકબીજાને રમઝાન માસની મુબારકબાદી આપશે. પવિત્ર રમઝાન માસને લઇને જસદણ સહિત વ્હોરા બિરાદરોમાં ચહલપહલ જોવા મળેલ છે ખાસ કરીને હાલ સીંગાપોરના પ્રવાસે છે તે સમાજના ત્રેપનમાં સર્વોચ્ચ ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબ મંગળવારથી મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાના  દેલમાલ ગામ  આવેલ ઓલિયા હસનફીર સાહેબના મઝાર પર દસ દિવસનું રોકાણ હોવાથી ગુજરાતભરના વ્હોરા બિરાદરોમાં સોનામાં સુગંધ ભળી જેવો ઘાટ ઘડાયો છે.

(11:42 am IST)