Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં તોબા પોકારતી ગરમીઃ આકરો તાપ

મહતમ તાપમાનમાં એકધારો વધારો થતા લોકો ત્રાહીમામઃ જનજીવન અસ્તવ્યસ્તઃ બપોરે રસ્તાઓ સુમસામ

રાજકોટ તા.૧૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર ધોમધખતા તાપથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને મહતમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રી આસપાસ પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

સવારે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ બફારાનો અનુભવ થવા લાગે છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે.

બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ૪૩ ડિગ્રી આસપાસ પહોચી જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધુ વર્તાય છે.

ત્યારે રાજયમાં કાલે સૌથી વધુ ગરમી અમરેલીમા ૪૩.૦ ડિગ્રી નોંધાઇ હતી.

જયારે કંડલા એરપોર્ટ ૪૨.૬, સુરેન્દ્રનગર ૪૨.૩, રાજકોટ ૪૧.૫ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

આ ઉપરાંત સુરત ૪૧.૨, ઇડર અને ગાંધીનગર ૪૧.૦, વડોદરા ૪૦.૭, ભુજ ૪૦.૬, ભાવનગર ૪૦.૨, પોરબંદર ૩૪.૯ ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

ભાવનગર

ભાવનગરઃ ફરી ગરમીનું પ્રમાણ વધી રહ્યુ છે ત્રણ-ચાર દિવસ મઇમ તાપમાનમાં ઘટાડો થયો હતો અને ગરમીમાં આંસીક રાઇત અનુભવાઇ હતી ત્યા આજે ફરી ગરમીનું પ્રમાણ વધ્યુ છે આજે ભાવનગર શહેરનું મઇમ તાપમાન ૪૦.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૬.૭ ડીગ્રી નોંધાયુ હતુ. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૨ ટકા અને પવનની ઝડપ ૧૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

(11:42 am IST)