Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

દેલવાડા કન્યા શાળા પે.સેન્ટરનાં શિક્ષક દેગણભાઇનું નિવૃતિ સન્માન

ઉના તા. ૧૦ : તાલુકાના દેલવાડા ગામે પ્રાથમિક કન્યા શાળા પે સેન્ટરમાં ફરજ બજાવતા અને શિક્ષણ સાથે પર્યાવરણનું પણ જ્ઞાન આપેલ અને હજારો વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત કરી ઉછેરેલ તેવા લીલાછમ નામથી જાણીતા શિક્ષક રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા દેગણભાઇ રામભાઇ મજીઠીયા વયમર્યાદાને કારણે નિવૃત થતા તેમનો નિવૃત વિદાય સમારોહ દેલવાડામાં યોજાયો હતો.

ધારાસભ્ય પૂંજાભાઇ, આગેવાન રામભાઇ વાળા, હરીભાઇ ઝણકાત, જીલ્લા શિક્ષક સંઘના પ્રમુખ રામસિંહભાઇ પંપાણીયા, દેલવાડાના સરપંચ વિજયભાઇ બાંભણીયા, બી.આર.સી. કો.ઓ. દેવેન્દ્રભાઇ દેવમુરારી તથા તાલુકા ગામના આગેવાનોએ હાજરી આપી હતી. દેગણભાઇ મજીઠીયાની ૨૦૧૧માં વસ્તી ગણતરીની કામગીરી બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવેલ અને તેમના ફરજ કાળ દરમિયાન દેલવાડા તથા આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણ કામગીરી વૃક્ષોનું વાવેતર કરી માવજત કરી ઉછેરેલ તેની કામગીરી બિરદાવી હતી અને શાળાના સ્ટાફે દેગણભાઇનું સોનાનો ચેન, સન્માનપત્ર તથા શાલ ઓઢાડી નિવૃતિ વિદાયમાન આપ્યુ હતુ.

કાર્યક્રમનું સંચાલન દેલવાડા પે.સેન્ટર શાળાના આચાર્ય જેસીંગભાઇ ઝણકાટ, કન્યા તથા તાલુકા સંઘના પ્રમુખ બાબુભાઇ પરમારે કર્યુ હતુ.

(11:34 am IST)