Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

તળાજા સાંખડાસર-ર ગામે મહીલા અને યુવકે સામસામી એકબીજાના માથા ફોડીયા

ભાવનગર તા ૧૦ : તળાજાના શિહોર બીટમાં આવતા સાંખડાસર-ર ગામે સાંજના સમયે મહીલા અને એક યુવક વચ્ચે થયેલ બોલાચાલીના પગલે એક બીજાપર હુમલો કરી દેતા બને ને સારવાર અર્થે તળજા ખસેડવામાં આવેલ મહીલાને માથાના ભાગે હેડ ઇંજરી હોય તબીબે ભાવનગર રીફર કરેલ.

તળાજા રેફરલ હોસ્પીટલ પરથી મળતી મારા-મારીની પ્રથમિક વિગતોમાં સોખડાસર-ર ગામના નસીમબેન નપુમભાઇજેઠવા અને હરીભાઇ જોધાભાઇ સાટીયા વચ્ચે સાંજના સમયે ગાયો ચરાવી હરીભાઇ પરત ફરી રહ્યા હતા ત્યારે બોલાચાલી થતા મામલો ઉગ્ર બનતા બન ેએ એકબીજા પર હુમલો કરી માથામાં ઇજાઓ પહોંચાડી જેમાં ડો.સાક્રીયાના જણાવ્યા પ્રમાણે નસીમબેન ને ભાવનગર રીફર કરેલ. પો.ઇ. લશ્કરીએ જણાવ્યું હતુ કે પોતાને જાણ થતા પોલીસ રવાના કરેલ છે.

(11:33 am IST)