Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ગોંડલના રાયફલ શૂટીંગ ખેલાડીની જર્મની માટે પસંદગી

ગોંડલના રાયફલ શૂટીંગના આશાસ્પદ ખેલાડી જય મહેન્દ્રભાઇ મહેતાની પસંદગી જર્મનીના હેનોવર શહેર ખાતે યોજાનાર ૧૨ મી ઇન્ટરનેશનલ ચેમ્પીયનશીપ ઓફ હેનોવરમાં કરવામાં આવી છે. જય મહેતા રાયફળ શૂટીંગની ૧૦ મીટર એરરાયફલ અને ૦.૨૨ પ્રોન પોઝીશનની સ્પર્ધામાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. જય મહેતા ગુજરાત સ્ટેટ રાયફલ એસોસીએશનના કોચ છે. ઉપરાંત ગાંધીનગર ખાતેની ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજયુકેશન ખાતે પણ કોચ તરીકે ફરજ બજાવે છે. તેઓ સતત ત્રણ વર્ષૅ સુધી રાજય કક્ષાએ ગોલ્ડમેડલ વિજેતા રહેલ તેમજ ગુજરાત રાજયનો રમતગમતનો પ્રતિષ્ઠિત જયદીપસિંહજી બારીયા એવોર્ડ વિજેતા છે. ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાની મહારાજા કરણીસિંઘ શૂટીગ ચેમ્પીયનશીપમાં પણ સિલ્વર મેડલ વિજેતા બનેલ છે.ઙ્ગજય મહેતાને વાઇસ ચાન્સેલર શશીરંજન યાદવ ગુજરાત સ્ટેટ રાયફલ એસલસોએશનના સેક્રેટરી મનિષભાઇ પટેલ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવેલ છે.

(11:32 am IST)