Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

મોરબીમાં રેલ્વે કર્મચારી ઓના ઉપવાસ

મોરબી, રેલ્વેમાં ફરજ બજાવતા કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે તા. ૮ થી ૧૦ દરમિયાન વિરોધનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હોય જેને પગલે આજે મોરબીમાં રેલ્વે કર્મચારીઓએ મહાઉપવાસ આંદોલન કરીને પડતર માંગો અંગે વિરોધ નોંધાવ્યો હતો. ઓલ ઇન્ડિયા રેલ્વે મેન્સ ફેડરેશનના આદેશ મુજબ સમગ્ર દેશમાં વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લ્યોઝ યુનિયનની મોરબી બ્રાંચ અને વાંકાનેર બ્રાંચ દ્વારા  ૨૪ કલાક મહાઉપવાસ કરવામાં આવ્યા હતા જે ધરણા કાર્યક્રમમાં યુનિયનના સભ્યો જોડાયા હતા. વિવિધ પડતર માંગો જેવી કે નવી પેન્શન સ્કીમ બંધ કરવી, ન્યુનતમ વેતન રૂ. ૧૮૦૦૦ માં સુધારો કરવો, MACPS માં અનેક માંગોના નિરાકરણ માટે ઉપવાસ કરવામાં આવ્યા હતા  યુનિયનના મંડળ અધ્યક્ષ મહેશભાઈ છાયા અને મંત્રી નિખીલભાઈ જોશી સાથે કર્મચારીઓ તસ્વીરમાં નજરે પડે છે.

(11:31 am IST)