Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

પોરબંદર પાસે કેનાલ ખોદકામની બોકસાઇટને મોરમ તરીકે દર્શાવવાના પ્રયાસનો પર્દાફાશ

પ્રદેશ કોંગ્રેસ મંત્રી રામદેવભાઇ મોઢવાડીયા દ્વારા વડાપ્રધાનને રજુઆતઃ ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર ગાંધીનગરને તપાસ સોંપાઇ

પોરબંદર તા.૧૦: તાલુકાના પાલબડામાં કેનાલના ખોદકામમાં નીકળેલી કિંમતી બોકસાઇટને મોરમ તરીકે દર્શાવાતી હોવાનો પર્દાફાશ પ્રદેશ કોંગ્રેસ મંત્રી રામદેવભાઇ મોઢવાડીયાએ કરેલ છે. તેમણે વડાપ્રધાનને સીધી રજુઆત કરતા એડિશ્નલ ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નર ગાંધીનગર ને તપાસ સોંપવામાં આવી છે.

પ્રદેશ કોંગ્રેસ મંત્રી રામદેવભાઇ મોઢવાડીયાએ જણાવેલ કે, પોરબંદર ખાતે ક્ષાર-અંકુશના વિભાગના કાર્યપાલક ઇજનેર , નાયબ કાર્યપાલક ઇજનરે અને ત્યારના તત્કાલીન અધિક્ષક ઇજનેર એસ.આઇ. પી.સી. સર્કલ રાજકોટ દ્વારા પોરબંદર તાલુકાના પાલખડા ગામે એક કેનાલ મંજુર કરી હતી. આ કેનાલથી એક ખેડુતને ફાયદો થવાનો નથી એ જાણતા હોવા છતાં આ કેનાલથી બોકસાઇટ નીકળવાનું હોઇ તેથી આ કેનાલમાં ૮ થી ૧૦ મીટર જેટલી ઐતિહાસિક ઉંડાઇ પણ ખાસ કિસ્સા તરીકે મંજુર કરી હતી. અને આ કેનાલને અડીને બોકસાઇટની મોટી લીઝ આવેલી છે. આમ છતાં કેનાલને ખાસ કિસ્સા તરીકે મંજુર કરી હતી.

આ કેનાલથી નીકળતો  ''બોકસાઇટ'' છે. એવું પ્રથમ દર્શનીય રીતે દેખાય એવું હોવા છતાં બોકસાઇટના ખોદાણનું ચુકવણું સોફટ- રોકમાં કરવું જોઇએ આમ છતાં ખોદાણનું ચુકવણુ ંહાર્ડ- રોકમાં કર્યુ હતું. આ કેનાલમાં ૫૬૦૦૦ ધ.મી. જેટલું ખોદાણ હાર્ડ-રોકમાં કરેલ છે. હાર્ડ-રોકનો એક ધ.મી. નો ભાવ ૨૯૫ રૂ. છે. જયારે સોફટ-રોકનો એક ધ.મી. નો ભાવ ૧૧૦ રૂ. છે. આમ લગભગ ૧ કરોડ રૂપિયાનું ચુકવણું વધારે કરેલ છે.

આ કેનાલ અત્યારે અડધી તો એમજ બુરાઇ ગઇ છે. ત્યારે આ અંગે કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડીયા એ આ બાબતે વડાપ્રધાન કાર્યાલયમાં પુરતા પુરાવાઓ સાથે લેખિત ફરીયાદ કરેલ હતી. વડાપ્રધાન કાર્યાલયે રામદેવભાઇની ફરીયાદની નોંધણી કરી હતી આ પ્રકરણની તપાસ એમ.ડી. શ્રીમાળી એડીશ્નલ ઇન્ડસ્ટ્રીઝ કમીશ્નર ગાંધીનગરને વડાપ્રધાન કાર્યાલય દ્વારા તપાસ સોંપવામાં આવી છે. એ બાબતની રામદેવભાઇ મોઢવાડીયાએ મુખ્યમંત્રી કાર્યાલયને જાણ કરીને જવાબદારો સામે સસ્પેન્શન અને ફોજદારી સુધીના પગલા લેવા માંગણી કરી છે.

 આ પ્રશ્ન સ્વાગત કાર્યક્રમમાં મુકયા પછી કાર્યપાલક ઇંજનેર  હરકતમાં આવી ગયા હતા અને કલેકટરની સુચના મુજબ તેને લેખિતમાં જવાબ આપવાની ફરજ પડી હતી લેખિતમાં જણાવ્યું હતુ કે આ કેસમાં કોન્ટ્રાકટરને ચુકવેલ નાણા રીકવરી કરવાની પ્રક્રિયા ભુસતરશાસ્ત્રીનો રીપોર્ટ આવ્યા પછી કરવામાં આવશે. પરંતુ ભુસ્તરશાસ્ત્રીનો રીપોર્ટ આવી ગયો છે અને તેમાં ફેરેઝાઇન  બોકસાઇટ છે તેવો રીપોર્ટ આવ્યો છે.

(11:30 am IST)