Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

શનિવારે વિજયભાઇ અમરેલીના જરખીયામાં જળસંચય કાર્યક્રમમાં હાજરી આપશે

કાર્યક્રમના આયોજન માટે આયુષકુમાર ઓકની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

અમરેલી તા. ૧૦ : રાજયભરમા  સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ છે. આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તા.૧૨મી મે-૨૦૧૮ને શનિવારના રોજ લાઠી તાલુકાના જરખીયા ખાતે તળાવ ઉંડું કરવાના ખાતમૂહુર્ત અને શ્રમદાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના કાર્યક્રમના આયોજન અર્થે કલેકટરશ્રી આયુષકુમાર ઓકના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

કલેકટરશ્રી ઓકે, સંબંધિત અધિકારી-કર્મચારીશ્રીઓ પાસેથી કામગીરીની વિગતો મેળવી જરૂરી સૂચન કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન પીવાના પાણીની વ્યવસ્થા કરવા તેમજ બેકડ્રોપ તૈયાર કરવા અંગેના સૂચનો આપ્યા હતા.  

કલેકટર કચેરી-અમરેલી ખાતે યોજાયેલ આ બેઠકમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પાંડોર, કાર્યપાલક ઇજનેર સર્વશ્રી શિવમ, શ્રી રાઠોડ, જિલ્લા આયોજન અધિકારીશ્રી ટોપરાણી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પટેલ, નાયબ ખેતી નિયામકશ્રી હિરપરા, નાયબ જિલ્લા પોલીસ અધિકારીશ્રી, અમરેલી પ્રાંત અધિકારીશ્રી સતાણી, લાઠી પ્રાંત અધિકારીશ્રી બોડાણા, અમરેલી મામલતદારશ્રી જાદવ, લાઠી મામલતદારશ્રી નીનામા, સહિતના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  

કલેકટર આયુષકુમાર અને અધિકારી-કર્મચારીઓએ જરખીયા ખાતે કાર્યક્રમના સ્થળોની મુલાકાત લીધી હતી.

(11:28 am IST)