Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જુનાગઢમાં લગ્ન જીવનનાં ૩૩ વર્ષની સ્મૃતિમા રૂ.૧૨૦૪૫નો ચેક જળસંચયના કામ માટે અર્પણ

જુનાગઢ, તા.૧૦: રાજય સરકારે ગુજરાતનાં લોકોની જળ સમશ્યાને પારખીને જળસંકટને જાણે કે દેશવટો આપવો હોય તેમ સામુહિક જળસંચયના કાર્યોનો પ્રારંભ કર્યો છે. ગામે ગામ જયા જોઇએ ત્યાં બસ ગામનાં તળાવ, ચેકડેમ, નદી-વોકળામાં રહેલ માટે કે કાપને દુર કરી જળસંગ્રહ કરવા એક અભિયાન ચાલી રહ્યુ છે. આ ભગીરથ કાર્યમાં સરકાર સાથે સામાજીક સંગઠનો, સેવાકીય મંડળો, અને વ્યકિતગત સેવાભાવથી લોકો તેમનું શ્રમદાન/યોગદાન જોડી રહ્યા છે. આવી જ એક પ્રેરક સેવાના સમન્વય રૂપ પ્રસંગ બન્યો કલેકટરશ્રીની કચેરી ખાતે, વાત જાણે એમ બની કે જમીન વિકાસ નિગમમાં ફરજ બજાવતા હમીરભાઇ રામ જળસંગ્રહની પ્રવૃતિ સાથે તેમની કામગીરી કરી રહ્યા છે. તેમણે છેલ્લા આઠ વર્ષમાં ઉપલેટા ધોરાજી વિસ્તારમાં લોકોને સાથે રાખી લોકભાગીદારીથી ૮૩ તળાવ ઉંડા કરાવ્યા છે. તેમણે અત્યાર સુધીમાં ૪૦ લાખ ઉપરાંતની લોકભાગીદારી એકત્ર કરી આ રકમમાંથી ૪૦૯ લાખ જેટલી માતબર રકમ દ્વારા જળસંચયના કાર્યો કરી ચુકયા છે.

મુળ ખેડુત પુત્ર હોવાનાં નાતે હમીરભાઇને પાણીની કીમત સમજવામાં વાર ના લાગે સહજ છે, જળ એ જીવન છે, જળ હશે તો ખેતી હશે અને તો જ ખેડુત સમૃધ્ધ બનશે તેવુ તે  ફરજકાળે લોકોને સમજાવી જળસંચય અને જળસિંચન માટે પ્રેરણા આપતા, આ વાતમાં રંગ ત્યારે પુરાયો કે તેમણે તેમનાં સાંસારીક દાંપત્ય જીવનનાં ૩૩ વર્ષ પુર્ણ કર્યા તેમના ધર્મચારીણી નયનાબેન સાથે ૩૩ વર્ષની દાંપત્ય જીવનની સ્મૃતિને યાદગાર બનાવવા દાંપત્ય જીવનનાં ૧૨૦૪૫ દિવસ મુજબ દરરોજનાં રૂ. એક લેખે કુલ ૧૨૦૪૫ રૂ.નો ચેક  તળાવ ઉંડા કરવાની કામગીરી માટે આર્થિક યોગદાન સ્વરૂપે કલેકટર શ્રી ડો. સૈારભ પારદ્યીને અર્પણ કર્યો હતો.આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર શ્રી પી.વી.અંતાણી અને વરીષ્ઠ અધિકારીઓએ જમીન વિકાસ નિગમમાં ફરજ અદા કરનાર કર્મચારીની જળસંચયની પ્રવૃતિ પરત્વેની લાગણીને બીરદાવી હતી. અને આ પ્રસંગ સૈા માટે પ્રેરણારૂપ બન્યો છે તેમ લેખાવ્યુ હતુ. હમીરભાઇએ પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે પ્રકૃતિનાં પાંચ ત્ત્।વો પૈકી જળ એ જીવનનું અમૃત છે. તેને સમજીને ઉપયોગ કરીએ અને સંચય કરીએ એ જ સાચી સમજદારી છે. આ અભિયાન રાજય સરકારે ગ્રામ ઉત્કર્ષનું  પગથાર ગણાવ્યુ હતુ અને અભિયાનમાં જયાં પણ શકય હશે ત્યાં સહયોગ આપ્યા કરશે તેવી ફરજનિષ્ઠા વ્યકત કરી હતી.

(11:27 am IST)