Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જૂનાગઢમાં પાણી બચાવવાના શપથ

 જૂનાગઢ : શ્યામ મહિલા મંડળ દ્વારા મંથલી મિટીંગમાં ઓર્થોપેડીક સર્જન ડો.મહેશભાઇ મારૂ દ્વારા ગોઠણ અને કમરના દુઃખાવા શા માટે થાય છે, ન થાય તેના માટે શું કાળજી રાખવી. છતા પણ થાય તો કેવી સારવાર લેવી જેની ખૂબ જ સરળ શૈલીમાં બહેનોને માર્ગદર્શન આપવામાં આવેલ. તેમના ધર્મપત્ની શ્રીમતી રેખાબેન મારૂ (દૂરદર્શન આર્ટિસ્ટ, રાજકોટ) દ્વારા ગૃહ ઉદ્યોગ વિશે માર્ગદર્શન આપવામાં આવેલ. પ્રમુખ શ્રીમતી મીનાબેન ધીરૂભાઇ ગોહેલ દ્વારા જળ બચાવો વિશે છણાવટ કરી કેવી રીતે પાણી વાપરવું અને કેવી રીતે બચાવવુ ? પાણીની શું કિમત છે તે જણાવી જળ બચાવવાના શપથ ગ્રહણ કરાવેલ. કન્વીનર કિશોરભાઇ ચોટલીયાએ શ્રી ગુ.ક્ષ.કડિયા જ્ઞાતિ સંચાલીત શ્યામ મહિલા મંડળ દ્વારા આગામી તા.૨૫ થી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે તેની વ્યવસ્થા વિશેની સમિતીની રચના અને સફળતા માટેનું જરૂરી માહિતી આપવામાં આવેલ. સ્વાગત પ્રવચન ઉપપ્રમુખ શ્રીમતી મીનાબેન ચૌહાણ દ્વારા કરવામાં આવેલ અને શ્રીમતી લીલાવંતીબેન કાચાએ આભારવિધી કરેલ.કાર્યક્રમને સફળ બનાવવામાં સહ કન્વીનર ભરતભાઇ ભાલીયા, અરૂણાબેન ભાલીયા, છાંયાબેન ચોટલીયા, મીનાબેન ખેતાણી, ચંદ્રીકાબેન ચાવડા, નિર્મળાબેન ટાંક વગેરેએ જહેમત ઉઠાવેલ. મીટીંગ મળી તે તસ્વીર.(તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(11:26 am IST)