Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ગોંડલના ગોમટા પાસે નશામાં ધૂત કારચાલકે બાઇકચાલકને ઉલાળ્યો

ચાલક વિપુલ પંડયા અને કારમાં બેઠેલા ધનજી પટેલ તથા સંજય પીધેલ હાલતમાં પકડાયાઃ કારમાંથી દારૂની ૧૨૦ કોથળી મળી

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત કાર નજરે પડે છે (તસ્વીરઃ ભાવેશ ભોજાણી.ગોંડલ)

ગોંડલ, તા.૧૦: ગોંડલ તાલુકાના ગ્રામ્ય પંથકમાં દેશી દારૂનો વેપલો વધ્યો હોય દારૂડિયાઓ દ્વારા અવાર-નવાર નશો કરી ખેલ કરવામાં આવતા હોવાના બનાવો બની રહ્યા છે ત્યારે ગોમટા ગામ પાસે ગતરાત્રીના દેશી દારૂના નશામાં ધૂત કાર ચાલકે મોટર સાયકલને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના ગોમટા ગામ પાસે ગતરાત્રીના જીજે૧૮ એ.એમ ૨૧ ૪૩ નંબરની મારુતિ કાર ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરસાયકલ ચાલકને ઇજા થતાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા દ્યટના અંગેની જાણ તાલુકા પોલીસને થતાં તાલુકા પોલીસના જમાદાર એલ વી ડીંડોર દ્યટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી ત્યારે માલૂમ પડ્યું હતું કે કારચાલક વિપુલ હરિપ્રસાદ પંડ્યા રહે વડીયા અને કારમાં બેઠેલા ધનજીભાઈ બાવાભાઈ પટેલ તેમ જ સંજય વિનોદભાઈ પણ નશો કરેલી હાલતમાં છે કારની ડેકી ખુલી તલાશી લેતા તેમાંથી ૧૨૦ કોથળી વિદેશીદારૂની મળી આવતાં પોલીસે કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મારુતિ કારમાં બેઠેલા ઉપરોકત ત્રણેય શખ્સો દ્વારા દેશી દારૂની હેરાફેરી કરાતી હોવાની પોલીસે આશંકા વ્યકત કરી હતી.

(11:25 am IST)