Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જમીન પ્રકરણમાં ઉદ્યોગપતિ-કેળવણીકાર વસંતભાઇ ગજેરાને હાઇકોર્ટ દ્વારા રેગ્યુલર જામીન

અમરેલીઃ વતનના રતન, કેળવણીકાર, ઔદ્યોગિકરન એવા વસંતભાઇ ગજેરાને જમીન કેસમાં હાઇકોર્ટે કાયમી જામીન આપ્યા છે  જેથી ગજેરા શૈક્ષણિક સંકુલ, વિધાસભા, ગજેરા એન્જિ.કોલેજ, વાન્સલ્યધામ, શાંતાબા મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પીટલ, જિલ્લાના સમાજભવનો, મંદિરો, દેવાસયો, સરીગામ વિદ્યાપીઠ, ગજેરા વિધાભવન, સાંતાબેન હરિભાઇ ગજેરા ચેરિટેબલ ટ્રસ્ટ-સુરત વિ.સંસ્થાઓના સ્થાનિક સંચાલકો, ટ્રસ્ટીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ ભાઇઓ-બહેનો, સમાજ સંગઠનો, વિવિધ એસોસિએશન, રાજસ્વી રત્નો, સહકારી આગેવાનો, ગુજરાત ભરના ઔદ્યોગિક રત્નો વિએ હુજારો લોકોએ હાઇકોર્ટના નિર્ણયને આવકારીને વતનના રતન વસંતભાઇ ગજેરાને જામીન મળતા ખુશી વ્યકત કરી હતી

વસંતભાઇ ગજેરાને બદનામ કરવાના ઇરાદાથી કરાયેલ કાવત્રાનો આખરે  પર્દાફાશ સત્યનો વિજય થયો તે બદલ સમાજની તમામ જ્ઞાતિ-નિતીથી પર રહીને સેવાપ્રવૃતિ કરતા વસંતભાઇ ગજેરાને હાઇકોર્ટ દ્વારા જામીન મળવાથી સમગ્ર જિલ્લામાં ઘેર-ઘેર ખુશીનો માહોલ થયો છે પટેલ સમાજના પ્રમુખ ડી.કે.રૈયાણી, ખોડલધામના ટ્રસ્ટી વસંતભાઇ મોવલીયા જિલ્લા બિલ્ડર્સ એસો.ના પ્રમુખ દિનેશ બાંભરોલીયા, એમ.કે.સાવલિયા, હરેશ બાવીશી લાયન્સ કલબ મેઇનના પ્રમુખ કાંતીભાઇ વધાસિયા, માર્કેટયાર્ડના ઉપપ્રમુખ કાળુભાઇ ભંડેરી વિ.એ આવકારીને ખુશી વ્યકત કરી હતી.

(8:27 pm IST)