Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

હળવદમાં હથિયારો સાથે ખેતરમાં ઘૂસીને દલિત આધેડને ધમકી દીઘી:ચાર શખ્શો વિરુદ્ધ ફરિયાદ

 

હળવદમાં ચાર ઇસમોએ દલિત આધેડના ખેતરમાં ઘુસી ગાળો આપીને ધમકીઓ આપી હોવાની પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

  અંગેની વિગત મુજબ મોરબીના જેલ રોડ પરના વણકરવાસણા રહેવાસી અને મૂળ ચરાડવાના વતની દિનેશભાઈ લાખાભાઈ સોલંકીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ઠાકરશી ત્રિકમ દલવાડી અને તેના ત્રણ દીકરા રહે. બધા ચરાડવા તા. હળવદ વાળા લાકડી, ધારિયા જેવા હાથીયારો ધારણ કરી તેના ખેતરમાં પ્રવેશ કર્યો હતો અને ગાળો અઆપી જતી વિષે અપમાનિત કરી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. હળવદ પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

(10:22 pm IST)