Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જૂનાગઢ નજીક તોરણીયા પાસેની ગૌશાળામાં 550 ગાયોનાં મોત :જવાબદારો સામે પગલાં ભરવા માંગણી

ગૌશાળાની કેપેસીટી 100થી 150 પશુઓ રાખવાની હોવા છતાં મનપા દ્વારા 700 પશુઓ અપાયા :ગૌશાળા પ્રમુખ

 

જૂનાગઢ :બનાસકાંઠા જીલ્લામાં પાંજરાપોળોએ ઘાંસચારા અને નિભાવ ખર્ચના અભાવે ગાયોને રખડતી મૂકી સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રગટ કરાયો છે ત્યારે જુનાગઢ નજીક તોરણીયા ગામ પાસે આવેલી એક ગૈૌશાળામાં 500થી વધુ પશુઓના મોત નિપજ્યાં છે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પશુઓને રામાપીર ગૈૌશાળાને નિભાવ માટે આપવામાં આવ્યા હતા પણ પુરતી તકેદારીના અભાવે છેલ્લા થોડા દિવસોમાં પશુઓ મરવા લાગ્યા છે અને અને કૂલ 500થી વધુ પશુઓના મોત નિપજ્યાં છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક પશુદિઠ ત્રણ હજાર રૂપિયા ગૈૌશાળાને આપવામાં આવે છે.

   ગૌશાળાનાં પ્રમુખ ધીરુભાઇ સાવલિયાએ જણાવ્યું કે, અમારી ગૌશાળાની કેપેસિટી 100થી 150 પશુઓ રાખવાની છે પણ મને જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 700 પશુઓ આપવામાં આવ્યા હતા. મારી પાસે વ્યવસ્થા હોવાથી 550 જેટલા પશુઓ મરી ગયા છે. મેં કોર્પોરેશનના અધિકારીઓને કહ્યું હતુ કે, પાસે વ્યવસ્થા નથી. આમ છતાં મને ઢોર આપ્યા હતા.

    વિગતો ધ્યાનમાં આવતા ગૈૌ-પ્રેમીઓ ગૈૌશાળા દોડી આવ્યા હતા અને વિગતો મેળવી હતી. સમયે 160 જેટલા મરેલા પશુઓ જોવા મળ્યા હતા. આટલા બધા પશુઓના મોતને લઇને લોકોએ જવાબદારો સામે પગલા લેવા માંગણી કરી હતી.

   ગૌ રક્ષા સમિતિના પ્રમુખ કેતન પટેલે કહ્યું કે, પ્રકરણમાં જેની પણ જવાબદારી હોય તેની સામે કાયદેસર પગલા ભરવામાં નહિ આવે, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે .અમે ખુદ અહી આવીને ઢોરની સંખ્યા ગણી છે. અમે ઉચ્ચ કક્ષા રજૂઆત કરીશું.

   જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં રખડતાં ભટકતાં ઢોર પકડી ગૌશાળા ને આપે છે અને એક ઢોર દીઠ રૂપિયા હજાર અપાતા હોય છે કોર્પોરેશન ના અધિકારીઓ દ્વારા આવા રખડતા ભટકતા ઢોર પકડી જુદી જુદી ગૌશાળા ને આપે છે ત્યારે જુનાગઢ તાલુકાના તોરણીયાની ગૌશાળાને ૭૦૦ ઢોર આપ્યા હતા. તેમાંથી ૫૫૦ના મોત થયા છે.

     અંગે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશની સ્થાયી સમિતિના ચેરમેન નિલેષ ધુલેશિયાએ કહ્યું કે, અમારી ધ્યાન બહાર પ્રકરણ બન્યું છે. આટલા બધા ગૌવંશનાં મોત થવા શરમજનક બાબત છે. અમે આની યોગ્ય તપાસ કરાવીશું અને જો આમાં કોર્પોરેશનના કોઈ અધિકારી સામેલ હશે તો કાયદાકીય પગલા ભરીશું.

(11:48 pm IST)