Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ધોરાજી અખબારી અહેવાલનો પડઘો:સરકારી હોસ્પિટલમાં બબ્બે કલાક ધોમ ધખતા તડકામાં દર્દીઓને ઊભું રહેવું પડતું હતું એ અહેવાલથી તાત્કાલિક અસરથી મંડપ નખાયા

પહેલા બેંકોમાં લાઈનો જોવા મળતી હતી હવે સરકારી હોસ્પિટલમાં લોકો ભયથી લાઈનમાં ઉભા રહે છે....?: ધોરાજીમાં તાત્કાલિક અસરથી કરોના ટેસ્ટીંગ લેબોરેટરી વધારવામાં આવે તેવી માગણી કરાઈ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી મા કોરોનાએ માઝા મૂકી છે પ્રજા પરેશાન થઈ રહી છે ત્યારે ધોરાજીમાં કોરોના સંક્રમણનો વ્યાપ વધ્યો છે લોકોમાં ભય ફેલાયો છે ત્યારે સરકારી હોસ્પિટલમાં લોકો બે કલાક સુધી ધોમ ધખતા તાપમાન ઉભા રહી કરોના એન્ટીજન ટેસ્ટ કરાવતા હતા તેમજ RTPCR ટેસ્ટ માટે પણ એવડી જ લાઈનો હતી જે બાબતે ધોરાજીના જાગૃત પત્રકારોએ આ બાબતે પ્રજાની સાથે રહી વાસ્તવિક સમાચારો પ્રગટ કરતા સરકારી હોસ્પિટલના અધિકારીઓમાં પણ રહી રહીને જાગૃત થવું પડ્યું હતું
 એક સમય એવો હતો કે લોકોના કોરોના ટેસ્ટ સરકાર સામે થી કરતી હતી હવે લોકો સામેથી જઈ રહ્યા છે તો સરકારી તંત્ર ટેસ્ટ માટે ના પાડી દે છે આવા સમયે છેલ્લા પંદર વીસ દિવસ થયા ધોમધખતા તડકા વચ્ચે લોકો લાઈનમાં બબ્બે કલાક ઊભા રહેતા હતા ત્યારે માંડ માંડ વારો આવતો હતો જે અખબારી અહેવાલોના પડઘા બાદ તંત્રને જાગૃત થવું પડયું છે તાત્કાલિક અસરથી સરકારી હોસ્પિટલ બહાર  ખુલ્લા ગ્રાઉન્ડમાં પાંચ ગાળા મંડપ નાખવાની ફરજ પડી છે
  મંડપ નખાયા બાદ પણ લોકોને તડકાની થોડી રાહત મળી પરંતુ ટેસ્ટિંગ માટે હજુ પણ બબ્બે કલાક લાઈનમાં ઉભુ રહેવું પડે છે
 ઉપરોક્ત બાબતે ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ લલીતભાઇ વોરા  કિશોરભાઈ રાઠોડ  રમેશભાઈ શિરોયા વિગેરે એ  પ્રજાહિતમાં માગણી મૂકતા જણાવેલ કે હાલ ધોરાજીમાં કોરોના મહામારી નું સંક્રમણ મોટા પ્રમાણમાં વધ્યું છે લોકો સ્વયં જાગૃત બન્યા છે અને લેબોરેટરી ટેસ્ટ માટે સરકારી હોસ્પિટલ માત્ર એક જ લેબોટરી છે ત્યારે તાત્કાલિક અસરથી લોકોનો ઘસારો જોઈને ધોરાજી શહેરમાં વધુ ટેસ્ટિંગ લેબોરેટરી મૂકવામાં આવે તેવી માગણી કરી છે
 તેમજ કોરોના ના સ્પેશિયલ ઇન્જેક્શન રેમડેસીવર ની શહેરમાં હાલમાં અછત છે જે તાત્કાલિક અસરથી ધોરાજીમાં પૂરતો જથ્થો  રાખવામાં આવે તેવી પણ લોકોની માગણી છે

(6:28 pm IST)