Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સિવીલ હોસ્પિટલ અમેરલીની મુલાકાત લઇ તમામ વોર્ડ અને વિભાગનું નિરીક્ષણ કરતા સાંસદ કાછડીયા

અમરેલી,તા. ૧૦: સમગ્ર દેશ–દુનિયા અને રાજયમાં કોરોનાના કેસોમાં રોજબરોજ અનેક ગણો વધારો થઈ રહયો છે ત્યારે સાંસદ નારણભાઈ કાછડીયાએ અમરેલી સીવીલ હોસ્પિટલની મુલાકાત લઈ સીવીલ હોસ્પિટલ ખાતે કેવા પ્રકારની વ્યવસ્થા અને સુવિધા છે તેનું નિરીક્ષણ કરેલ હતુ.

સાંસદશ્રીએ સીવીલ હોસ્પિટલમાં દરેક વોર્ડના નિરીક્ષણ દરમ્યાન જણાવ્યુ છે કે, હોસ્પિટલ ખાતે (૧) સાફ – સફાઈ ખુબ જ સારી છે (ર) ડોકટસન્ન્ અને સ્ટાફનો દર્દી સાથેનો વ્યવહાર તેમજ લાગણીપણું દેખાઈ આવે છે (૩) જે ઘરેના મળે તેવું ભોજન આપવામાં આવી રહયુ છે (૪) પીવાનું શુધ્ધ પાણી તેમજ દર્દીઓ સાથે આવેલ સગા–સંબંધીઓ માટે પણ ભોજનની વ્યવસ્થા અમરેલી સીવીલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. રોજ એક હજાર થી બારસો લોકોને સારૂ જમવાનું મળી રહયુ છે.

નિરીક્ષણ દરમ્યાન અમરેલી સીવીલ હોસ્પિટલમાં ડાયાલીસીસ વિભાગમાં પહેલા ૧૦ ડાયાલીસીસ મશીન મુકવામાં આવેલ હતા પહંતુ થોડા મહીના પહેલા તેમાંથી ૪ મશીન ગોધરા ખાતે મોકલવામાં આવ્યા છે. જેના લીધે અમરેલી જીલ્લાના ડાયાલીસીસના દર્દીઓને ખુબ જ લાઈનમાં બેસવું પડે છે. તે સાંસદશ્રી સમક્ષ આવતા સાંસદશ્રીએ તાત્કાલીક ગાંધીનગર નિયામક શ્રી ભાવસાર સાહેબ સાથે ટેલીફોનીક વાત કરી ગોધરા મોકલેલ ૪ ડાયાલીસીસ મશીન અમરેલી પરત સોંપવા અથવા તો અમરેલી સીવીલ હોસ્પિટલ ખાતે નવા ૪ ડાયાલીસીસ મશીન આપવા અરસકારક રજૂઆત કરેલ હતી.

સાંસદશ્રીએ વધુમાં જણાવેલ છે કે, આજે અમરેલી સીવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત કોવિડ સેન્ટરમાં દર્દીઓને જે સારવાર મળી રહી છે તે ખુબ જ સારી મળી રહી છે ત્યારે સુરત, અમદાવાદ જેવા મોટા શહેરો માંથી પણ કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં આવી રહયા છે. આવા દર્દીઓ માટે પણ અમરેલી સીવીલ હોસ્પિટલ ખાતે ક્ષમતા કરતા પણ વધુ બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે ત્યારે સીવીલ હોસ્પિટલ મેનેજમેન્ટ, કેમ્પસ ડીરેકટર શ્રી પિન્ટુભાઈ ધાનાણી, જીલ્લા વહીવટી તંત્ર, સીવીલ હોસ્પિટલના ડોકટર્સ, નર્સિંગ સ્ટાફ, સફાઈ કર્ર્મચારી અને રસોઈ બનાવી ભોજન કરાવનાર તમામ સંસ્થાઓને સાંસદશ્રીએ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવેલ છે.

(12:44 pm IST)