Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ધ્રાંગધ્રા હોસ્પિટલ તેમજ અર્બન હેલ્થ સેન્ટરે કોરોના ટેસ્ટની કીટની અછત

વઢવાણ તા.૧૦ : ધ્રાંગધ્રા ખાતે સરકારી હોસ્પિટલ તેમજ અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ના ટેસ્ટ કરવા માટે ની કીટ ની અછત સર્જાય હતી.

ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સવાર ના લોકો ને ૫૦ ટેસ્ટ કરવા માં આવે છે કારણ કે ત્યાં વધુ પ્રમાણ માં કીટ ઉપલબ્ધ નથી જયારે રિયાલિટી મુજબ જોવા જાય તો બોપર પછી અધિકારી દ્રારા આ ટેસ્ટ કરવા માં આવતો નથી એવું લોકો દ્રારા જાણવા મળ્યું જયારે રિપોર્ટર ગયા બાદ ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલમાં ટેસ્ટ ની કામગીરી ચાલુ કરવા માં આવી.

છેલ્લા ૩ દિવસ થી સવાર માં જ રિપોર્ટ કરવા માં આવે છે આવું જાણવા મળતાં બોપરે કોઈ રિપોર્ટ કરવા માં નથી આવતો નથી જયારે જગ્યા સ્થળે જોવા માં આવે તો આ વાત સત્ય સાબિત થવા લાગી જયારે ઉચ્ચ અધિકારી ને જાણ કરતાં કહેવાય આવ્યું કે અમારી પાસે રુદ્દૃ કીટ અને કીટ પૂરતું મર્યાદા માં આપવા માં આવતી નથી

બીજી તરફ જોવા જાય તો રોજ ૨૦૦ વધુ ટેસ્ટ રોજ ના કરવા માં આવતા હોય અને બાકી ના લોકો પાછા જતાં હોય આવી પરિસ્થિતિ નું નિર્માણ થવા લાગ્યું હતું.

અર્બન હેલ્થ સેન્ટર દ્રારા રોજ ના ૨૫ ટેસ્ટ કરવા માં આવે છે કેમકે ત્યાં ઉપર થી કીટ આપવા માં આવતી નથી.

મોટી સંખ્યા માં લોકો પરત ફરી રહ્યા જોવા મળ્યા હતા અને સરકારી હોસ્પિટલમાં કોઈ ટેસ્ટ કરવા માટે સવારે આવું એવા જવાબ અધિકારી દ્રારા આપવા માં આવ્યા હતા. હાલ પાઈવેટ હોસ્પિટલમાં ખૂબ મોટા પ્રમાણ માં દર્દીઓ ની સંખ્યા જોવા મળી રહે છે.

(11:53 am IST)