Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સરધારમાં જીતની હેટ્રિક સર્જનાર ચેતન પાણ રાજકોટ તાલુકા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ

રાજકોટઃ તાલુકા પંચાયતની સરધાર બેઠક પર જીતની હેટ્રીક સર્જનારા ચેતન પાણ ભાજપ શાસિત રાજકોટ તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. તેમને પંચાયત પ્રમુખ ભાવનાબેન કાકડિયા, ઉપપ્રમુખ મધુબેન મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસિત, સરધારના સરપંચ પીન્ટુ ઢાંકેચા, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કેશુભાઈ રૈયાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા, મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનીષ ચાંગેલા, મનસુખભાઈ રામાણી વગેરેએ અભિનંદન આપ્યા હતા. સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ પદે ગંગાબેન બથવાર ચૂંટાયા છે.

(11:51 am IST)