Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ઉપલેટા પાણી પુરવઠા યોજનામાં ગેરરિતી થતી હોવાની રજૂઆત

ઉપલેટા તા.૧૦ : ઉપલેટા તાલુકાના ૫૦ ગામડાઓને પીવાનું શુદ્ઘ પાણી આપવા માટે રાજપ સરકાર દ્રારા ૬૧ કરોડ રૂપીયાના ખર્ચે ૫૦ ગામડાઓ વચ્ચે ત્રણ ઝોનમાં પાણી પુરવઠા યોજના નું કામ શરૂ કરેલ છે ત્યારે આ કામમાં થર્ડોપાટી એન્જનીયર દેખરેખ માટે રોકેલ છે સાથે આ એન્જિનિયર કે તેમના કોઈ પણ માણસો કામ ચાલું હોય ત્યારે સાઈટ ઉપર રહેતા નથી તેવો આક્ષેપ ઉપલેટા કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો ઉપરાંત તેની હાજરી પણ ઉપલેટામાં હોતા નથી અને અઠવાડીયા, પંદર દિવસે એક વખત આવીને ઓફિસમાં બેસી ટેબલ વર્ક કરી ખોટુ રેકર્ડ ઉભું કરી ચાલ્યા જાય છે તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

કામના સ્થળ ઉપર જે પાઈપ લાઈનની કામગીરી ચાલુ છે તે જમીનમાં એક મીટર ઊંડાણમાં નાખવાની હોય છે જે કયાંય પણ એક મીટર નાખેલ નથી તેવી પણ વિગતો જણાવી રહ્યા છે ઉપરાંત કેટલીક જગ્યાએ તો રોડ અને ખેડુતના ખેતર વચ્ચે બનેલી ચેનલમાં ઉપર પાઈપ લાઈન નાખી ઉ૫૨ માટી નાખી દીધેલ છે ત્યારે તેમના આધાર પુરાવા તરીકે કોંગ્રેસના આગેવાનો દ્વારા આવેદન સાથે ફોટા પણ રજૂ કરેલ.

જે સંપના કામ ચાલું છે તેમાં પણ નિયમ મુજબ રેરી, કાંકરી, સીમેન્ટ, વપરાતો નથી અને સરકારી એજન્સીના એનજીનીયર કોઈ માથે રહેતા ન હોય ત્યારે કોન્ટ્રાકટરી નબળું-ગુણવતા વગરનું અને ઓછું મટીરીયલ વાપરે છે તેમની પણ તેમની તપાસ થવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી છે.

આ કામ નબળું થતું હોવાની અગાઉ લેખીત પણ ફરીયાદ પાણી પુરવઠાના નાયબ કાર્યોપાલક ઈજનેર, કાયઙ્ખપાલક ઈજનેર સહિત ઉચ્ચ અધિકારીઓને લેખીત ફરીયાદ આગેવાનો દ્વારા કરવા છતાં ક્રોઈ પગલા હજુ સુધી લેવાયા નથી તેવું પણ ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ દ્વારા  જણાવ્યું હતું.

આ અધિકારીઓ અને કોન્ટ્રાકટર સામે પગલા લેવામાં આવે અને આ કામની પૂરતી અને યોગ્ય તપાસ ન થાય અને જયાં સુધી નિયમ મુજબની કામગીરી થયેલ છે તેવું સાબિત ન થાય ત્યાં સુધી આ કામનું કોઈ પણ પ્રકારનું બિલ કે પાટઙ્ખ પેમેન્ટ ચુકવવામાં ન આવે તેવી મારી માંગણી કરવામાં આવેલ છે ત્યારે વધુમાં કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું કે જો આ અંગે તાત્કાલીક યોગ્ય પગલા લેવામાં નહિ આવે તો મામલતદાર કચેરી ઉપલેટા સામે ધરણા પ્રદર્શન કરવામાં આવશે.

(11:44 am IST)