Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

કોરોના કાળમાં ખેડૂતોના પાક ધિરાણને વ્યાજ રાહત સાથે નવા જૂની કરવાનો સમયગાળો ૩ માસ વધારવા ઉંધાડની માંગણી

વડિયા તા.૧૦ : સમગ્ર દેશમાં કોરોના મહામારીના બીજા વેવથી ભયંકર રીતે પીડાઇ રહ્યો ત્યારે ધંધાદારીઓ, મજૂરો અને ખેતી સાથે જોડાયેલા ખેડૂતો અને ખેતમજૂરો પણ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા છે. ત્યારે વર્તમાન સમયમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યુ છે અને એપ્રિલ અને મે મહિનામાં મોટાભાગના ખેડૂતોને ખેતી માટે લીધેલુ પાક ધિરાણ ફેરબદલી કરવાનો સમય હોય છે ત્યારે કોરોના સંક્રમણમાં બેંકોમાં ભીડ ન થાય અને ખેડૂતો જે રાત દિવસ સખત મહેનત કરી દેશને અન્ન આપે છે તે કોરોના સંક્રમીત ન થાય તે ઉદ્દેશથી ખેડૂતોનો પાક ધિરાણ ફેરબદલી કરવાનો સમયગાળો ત્રણ મહિના વધારવા તથા કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વ્યાજ રાહતનો લાભદાયક નિર્ણય લેવામાં આવે તો ખેડૂતોને ખૂબ રાહત મળી શકે તે માટે અમરેલી જિલ્લાના ખેડૂત નેતા અને પુર્વ કેબીનેટ મંત્રી બાવકુ ઉંધાડ દ્વારા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન, કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કૃષિ મંત્રી આર.સી.ફળદુને પત્ર લખી માંગણી કરવામાં આવી છે. પુર્વ મંત્રી અને ખેડૂત નેતાની આ રજૂઆતને ધ્યાને લઇ સરકાર દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવે તો ખેડૂતોને કોરોના કાળમાં મોટી રાહત મળી શકે તેમ છે.

(11:41 am IST)
  • મુંબઈની દુકાનમાંથી રેમડેસીવીરનો મોટો જથ્થો ઝડપાયોઃ બેની ધરપકડ : મહારાષ્ટ્ર મુંબઈની ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અંધેરીની એક દુકાનમાંથી ૨૩૦ જેટલા રેમડેસિવિર ઇન્જેકશનનો જથ્થો કબ્જે કર્યો હતોઃ જે બ્લેક માર્કેટિંગ કરવા માટે રાખવામાં આવ્યાનું પોલીસ જણાવે છેઃ આ સંદર્ભે બે લોકોની ધરપકડ કરવામાં આવી છેઃ વિશેષ પૂછપરછ થઈ રહી છે access_time 2:51 pm IST

  • રાજકોટના વિખ્યાત આંખો ના સર્જન ડો. ચેતન હિંડોચા થયા કોરોના સંક્રમિત : હોમ આઈસોલેટ થયા access_time 6:59 pm IST

  • 651 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા પૂર્વ નક્સલી નેતા બિનોયકુમાર દાસ ચૂંટણીના મેદાનમાં : પશ્ચિમ બંગાળના રાયગંજ જિલ્લાના કરનદીધી વિધાનસભાના અપક્ષ ઉમેદવાર બિનોયકુમાર પાસે અધધ સંપત્તિ હોવા છતાં ભાડાના મકાનમાં રહે છે : નક્સલવાદીઓની રોટી ,કપડાં ,અને મકાનની માંગણી પુરી થતી ન હોવાથી મૂડીપતિઓના સહયોગથી આંદોલન કરતા હોવાનું મંતવ્ય access_time 11:48 am IST