Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ઓખામાં ભાજપના સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી

મીઠાપુરઃ દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખા ખાતે ગત તા.૬ એપ્રિલ ૨૦૨૧ના રોજ ભાજપના સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હાલમાં સમગ્ર વિશ્વ કે કોરોનાએ પોતાના ભરડામાં લઇ લીધું હોય વધુ લોકો ભેગા કરીને ઉવાની કરવા કરતા ઓખામાં બે દીકરીઓ કે જેમણે તાજેતરમાં જ અભ્યાસ ક્ષેત્રે ઉચ્ચ સિદ્વિ પ્રાપ્ત કરેલ છે તેમના ઘરે જઇ તેમને અને તેમના પરિવારને સન્માનિત કરવા કાર્યક્રમ યોજયો હતો. જેમાં કુ.નિવેદિતા નરેન્દ્રભાઇ પીઠવા કે જે ગુજરાત યુનિવર્સિટીમાં બી.કોમમાં ત્રણ ગોલ્ડ મેડલ મેળવ્યા છે અને કુ.નંદની કેતનભાઇ લાલ કે જે પ્રાથમિક શિક્ષણ વી.એ.ગુજરાતી મીડીયમ ૧૧,૧૨ સાઇન્સ પી.વી.મોદી સ્કુલ જામનગર લર ઓફ ફીજીયોથેરાપી કરી રહયા છે તેમનું સન્માન કર્યુ હતું. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા ઓફ કોમર્સના પ્રમુખ પ્રવીણભાઇ ગોકાણી, ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ નીલેશભાઇ પંચમતિયા, ઉપપ્રમુખ કેતનભાઇ સુતરીયા તેમજ ઓખા શહેર યુવા ભાજપના મહામંત્રી વિશાલભાઇ પીથીયા ઉપસ્થિત રહયા હતા.(તસ્વીર-અહેવાલઃ દિવ્યેશ જટણીયાઃમીઠાપુર)

(11:40 am IST)