Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

સુરેન્દ્રનગર અનાજના ગોડાઉનમાં મજૂરોને મજૂરી ચુકવવામાં ન આવતા હડતાળ

વઢવાણ તા.૧૦ : સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ સસ્તા અનાજના ગોડાઉનમાં મજૂરી કામ કરતા મજૂરોને પગારની ચૂકવણી ન કરવામાં આવતા મજૂરો હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે ત્યારે ખાસ કરી રોજ વહેલી સવારથી અનાજનુ ગોડાઉન આવેલું છે ત્યાંથી દ્યઉં ચોખા અને રેશનિંગની વસ્તુઓ આપવામાં આવી રહી છે તે ટ્રકમાં મજૂરો દ્વારા ભરવામાં આવતી હતી ત્યારે છેલ્લા ત્રણ માસથી મજૂરી ચૂકવવામાં આવતા આ મજૂરોની ધીરજ ખૂટી છે અને હડતાલ ઉપર ઉતરી જવા પામ્યા છે ત્યારે હાલમાં ૨૦ થી વધુ મજૂરો હડતાલ ઉપર ઉતરી જતાં સમેટી માં આપવામાં આવતી વસ્તુ સપ્લાય માટે નો જથ્થો સસ્તા અનાજની દુકાન સુધી પહોંચાડવામાં મુશ્કલ પડી રહ્યો છે.

જેને લઇને સુરેન્દ્રનગર જીલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં જતો પુરવઠો મજુર હડતાલના કારણે ભરાઈ રહ્યો નથી ત્યારે આગામી દિવસોમાં જો આ હડતાલ યથાવત રહેશે તો સસ્તા અનાજની દુકાનોમાં આ બાબતની અસર વર્તાશે ત્યારે તાત્કાલિક કોન્ટ્રાકટર દ્વારા ૨૦થી વધુ મજુરોને પગારની ચુકવણી કરી આપવામાં આવે તેવી મજુર આગેવાનો દ્વારા માંગણી કરવામાં આવી છે અને આ બાબતની રજૂઆત પણ ગોડાઉનના અધિકારી દ્વારા કોન્ટ્રાકટરને કરવામાં આવી છે.

(11:38 am IST)