Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

વધુ એક ધારાસભ્યને કોરોના - અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા થયા કવોરેન્ટાઇન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૦ : રાજયની સાથે કચ્છ જિલ્લામાં કોરોનાના વધી રહેલા સંક્રમણ વચ્ચે વધુ એક રાજકીય આગેવાન કોરોનાની ઝપટે ચડ્યા છે. કચ્છના અબડાસાના ભાજપી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને કોરોનાગ્રસ્ત થયા છે. 'અકિલા' સાથેની ટેલીફોનીક વાતચીતમાં ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, તેમના કોરોના ટેસ્ટનો રિપોર્ટ આજે સાંજે પોઝિટિવ આવ્યો છે. હવે તેઓ હોમ કવોરન્ટાઈન રહેશે. પોતાના સંપર્કમાં આવનારાઓને પણ તેમણે ટેસ્ટ કરાવી લેવાની અપીલ કરી છે.

(10:21 am IST)