Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોનાથી બચવા મોરબીના સાપર ગામમાં સેનેટાઈઝરનો છંટકાવ કરી સફાઈ અભિયાન

 

કોરોના મહામારી સામે ગામોગામ જાગૃતિ જોવા મળી રહી છે અને ગ્રામજનો પોતાના ગામને સ્વચ્છ બનાવી કોરોના સામે બચવાના તમામ પગલા લેવાઈ રહયા છે જેમાં સાપર ગામ આખામાં સેનેટાઈઝર છંટકાવ કરવામાં આવ્યો હતો

મોરબીના સાપર ગામના યુવા સરપંચ યુવરાજસિંહના માર્ગદર્શન હેઠળ ગામમાં સફાઈ અભિયાન ચલાવ્યું હતું જેમાં કોરોના વાયરસ સામે રક્ષણ માટે આખા ગામમાં સેનેટાઈઝરનો છંટકાવ કરીને સફાઈ અભિયાન ચલાવ્યું હતું જેમાં ગામના યુવાનો હોશભેર જોડાયા હતા અને ગામને સ્વચ્છ બનાવ્યું હતું

(12:49 am IST)