Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

દ્વારકાના રૂપણ બંદરમાંથી ઝડપાયો બોગસ ડોકટર

દવાના જથ્થા સાથે મેડીકલ પ્રેકટીશ કરતા ઇમરાન ગફાર સોઠાને ઝડપી લેવાયો

દ્વારકાના આરોગ્ય વિભાગને સુચના મલતા આરોગ્ય ટીમ દ્વારા ચેકીંગ હાથ દરવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક પોલીસ અને આરોગ્યની ટિમ દ્વારા રૂપણ બંદરમાં ચેકીંગ દરમિયાન બોગસ ડોકટર મળી આવ્યો હતો
       આ બોગસ ડોકટરને ત્યાંથી મોટા પ્રમાણમાં એલોપેથીક દવા રાખી ગેરકાયદેસર મેડીકલ પ્રેકટીસ કરતો હોવાનું જાણવા મળ્યું હતું
       આ અંગે દ્વારકા તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા દ્વારકા પોલીસ ને જાણ કરવામાં આવી હતી
દ્વારકા પોલીસે ધટના સ્થળ પર પહોચી દવાના જથ્થા સાથે મેડીકલ પ્રેકટીશ કરતા ઇમરાન ગફાર સોઠા (ઉ. વર્ષ 35 )ને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે..

(8:29 pm IST)