Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ઉપલેટાનાં હોમ કોરોન્ટાઇન ટ્રક ડ્રાઇવરનો આપઘાત

બેંગ્લોરથી ટ્રક લઇને આવ્યો'તોઃ ઘનશ્યામ કંડોરીયાએ જુનાગઢના ડેરવાણ ગામની સીમમાં ઝેરી દવા પી લીધીઃ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો'તો

તસ્વીરમાં મૃતક યુવકનો ફાઇલ ફોટો ત્થા મૃત્ય દેહ નજરે પડે છે.(તસ્વીર કૃષ્ણકાંત ચોટાઇ-ઉપલેટા)

જુનાગઢ તા.૧૦ : ઉપલેટાના હોમ કોરોન્ટાઇન્માં રહેલા ૩૦ વર્ષીય આહિર ટ્રક ડ્રાઇવર ઘનશ્યામ સામતભાઇ કંડોરીયાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ઉપલેટામાં રહેતા અને મુળ જામજોધપુર પંથકના ઘનશ્યામભાઇ સામતભાઇ કંડોરીયા (ઉ.૩૦ આહિર) ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરતા હતા.

થોડા દિવસ પહેલા ઘનશ્યાભાઇ કંડોરીયા ટ્રક-ડ્રાઇવીગ કરીને બેંગ્લોરથી ઉપલેટા આવ્યા હતા.

ત્યારબાદ તેમને કોરોનાના કારણે હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.

તા.૪ થી તેમને હોમ કોરોન્ટાઇન કરાયા બાદ કાલે તા.૯ને ગુરૂવારે ઘનશયામ કંડોરીયા ઘરેથી ભાગી છૂટયા હતા અને જુનાગઢના ડેરવાણ ગામની સીમમાં ઝેરી દવા પી લઇને આપઘાત કરી લીધો હતો.

ઉપલેટા ખાતે ઘનશ્યામ કંડોરણા તેની માતા સાથે રહેતા હતા અને આ અગાઉ પણ તેમણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે રખડુ  જીવન જીવતો હતો.

આ બનાવ અંગે જુનાગઢ ગ્રામ્ય પોલીસ અને વનવિભાની ટીમે તપાસ  હાથ ધરી છે.

(4:12 pm IST)