Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોવિડ-૧૯ રાહત માટે એસ્સાર ફાઉન્ડેશન ૧.૨૫ મિલિયન ભોજન અને ૧ લાખ મેડિકલ સપ્લાય પ્રદાન કરશે

જામનગર તા. ૧૦ : કોવિડ-૧૯ રોગચાળાને પગલે એસ્સાર ફાઉન્ડેશન અખિલ ભારતીય સ્તરે અર્થસભર પ્રયાસો કરવા અને મુખ્ય પ્રવાહની રાહત પહેલોનો લાભ મેળવી શકયા ન હોય એવા સમુદાયોની તકલીફો દૂર કરવાની કામગીરી કરવા આતુર છે.

એસ્સારના હ્યુમન રિસોર્સના ગ્રૂપ પ્રેસિડન્ટ અને એસ્સાર ફાઉન્ડેશનનાં સીઇઓ શ્રી કૌસ્તુભ સોનાલ્કરે કહ્યું હતું કે, 'અમારા પ્રયાસો સૌથી વધુ વંચિત સમુદાયો સુધી પહોંચવા પર કેન્દ્રિત છે. મહારાષ્ટ્ર સરકારના કોરોના કન્ટ્રોલ સીએસઆર ગ્રૂપના ભાગ તરીકે અમે રાજયના વહીવટીતંત્ર સાથે સીધું સંકલન સ્થાપિત કર્યું છે અને વિવિધ અગ્રણી ગ્રૂપ સાથે સંયુકતપણે કામ કરીએ છીએ. અમે કેટલીક કંપનીઓ અને નોન-પ્રોફિટ સંસ્થાઓ સાથે જોડાણ કર્યું છે, જેથી સમુદાયોની ઓળખ કરીને સંગઠિત અને આયોજનબદ્ઘ રીતે રાહત પ્રયાસો હાથ ધરી શકાય અને લક્ષિત વર્ગો સુધી ફંડ પહોંચાડી શકાય. એસ્સાર કોવિડ-૧૯ રીલિફ ફંડ વિવિધ ગ્રૂપને ટેકો આપવા કટિબદ્ઘ છે, જેને ખરેખર ફંડની જરૂર છે. અમે ફંડનું પ્રદાન કરવા એસ્સાર એમ્પ્લોયીઝ અને વરિષ્ઠ લીડરશિપ સુધી પહોંચ્યા છીએ.'

આ પૃષ્ઠભૂમિ સાથે એસ્સાર ફાઉન્ડેશને નીચેની ભોજન અને મેડિકલ પહેલો હાથ ધરી છે, જેથી પાયાના સ્તરે જરૂરિયાતમંદ સમુદાયો સુધી પહોંચી શકાય -

૧. કોવિડ-૧૯ રોગચાળાથી અસર પામેલા સમુદાયો સુધી ૧.૨૫ મિલિયન (૧૨.૫ લાખ) ભોજન પૂરું પાડવાની પ્રતિબદ્ઘતા

૨. મહારાષ્ટ્ર રાજયમાં વિવિધ સમુદાયોને ૬૬૫,૦૦૦૦ (૬.૬૫ લાખ) ભોજન સફળતાપૂર્વક પ્રદાન કરવામાં આવ્યું છે, જેમાં ફ્રન્ટલાઇન ડોકટરો, મુંબઈ પોલીસ ફોર્સ, ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો, રોજિંદા કામદારો, પારિવારિક હિંસાથી પીડિત મહિલાઓ અને ટ્રાન્સજેન્ડર્સ સામેલ છે.

૩. મહારાષ્ટ્રનાં ચીફ મિનિસ્ટર્સ રીલિફ ફંડમાં દરરોજ ૨૦,૦૦૦ ભોજન ફાળવવામાં આવ્યું, જે વંચિતો અને હાંસિયામાં રહેતા સમુદાયોને પૂરું પાડવામાં આવે છે.

૪. કોવિડ-૧૯ સામે સંઘર્ષ કરતાં મોખરાના લોકોને ૧૦૦,૦૦૦થી વધારે મેડિકલ સપ્લાય પ્રદાન કરવાની પ્રતિબદ્ઘતા

૫. મુંબઈમાં ૧૦થી વધારે સરકારી/ખાનગી હોસ્પિટલો તથા દક્ષિણ મુંબઈમાં ૯થી વધારે  પોલીસ સ્ટેશનને પર્સનલ પ્રોટેકિટવ ઇકિવપમેન્ટ (પીપીઇ), એન-૯૫, ૩ પ્લાય ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર્સ સપ્લાય કર્યા.

૬. કોવિડ-૧૯ માટે સામુદાયિક સ્તરે જાગૃતિ લાવવા અને નિવારણ અભિયાનો હાથ ધરવા સરકાર, અર્ધસરકારી અને બિનસરકારી સંસ્થાઓ તેમજ કોર્પોરેટ સાથે રિયલ-ટાઇમ જોડાણ.

છેલ્લાં ૫૦ વર્ષથી વધારે સમયથી એસ્સાર એની કામગીરીની આસપાસ વસતાં સમુદાયો સાથે કાર્યરત છે. વર્ષ ૨૦૧૧થી એસ્સાર ફાઉન્ડેશને સુસંગત, કાર્યક્રમની જેમ સમાજોપયોગી કાર્યો હાથ ધર્યા છે. એની કામગીરીઓ સહિયારા મૂલ્યની વિભાવનાથી પ્રેરિત છે, જેમાં એસ્સાર સમુદાયો માટે સર્વસમાવેશક વાતાવરણ ઊભું કરવા આતુર છે, જે ઊર્જા, માળખાગત સુવિધા, ધાતુઓ અને ખાણકામ, સેવાઓ અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં એની વ્યાવસાયિક કામગીરીઓ દ્વારા અસર કરે છે. નોન-પ્રોફિટ અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે જોડાણમાં કામ કરીને ફાઉન્ડેશન આજે મહિલા સશકિતકરણ, આજીવિકા અને ઉદ્યોગસાહસિકતા, શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ અને હેલ્થકેર તથા સ્વચ્છતાના ક્ષેત્રમાં આઠ ભારતીય રાજયોમાં ૫૦૦ ગામડાઓમાં ૫,૦૦,૦૦૦થી લોકો સુધી પહોંચ્યું છે.

(1:02 pm IST)